PM Modiએ દેશવાસીઓને કરી અપીલ, કહ્યું 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવો કારણ કે.... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-30 17:56:08

22 જાન્યુઆરીનો દિવસ અનેક લોકો માટે ખાસ કરીને ભગવાન રામના ભક્તો માટે સામાન્ય દિવસ નહીં હોય. આ દિવસે ભગવાન રામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. અયોધ્યામાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ દિવસને ધ્યાનમાં રાખી અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં  આવી છે. પીએમ મોદી આજે અયોધ્યાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે અનેક કરોડોની ભેટ આપી હતી. રેલવે સ્ટેશન, એરપોર્ટનું તેમણે ઉદ્ધાટન કર્યું છે.

 

22 જાન્યુઆરીએ થવાની છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

પીએમ મોદીએ અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, નવી ટ્રેનો તેમજ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ બધા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે , "દરેક વ્યક્તિ ઈચ્છે છે કે 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં સામેલ થવા માટે પોતે અયોધ્યા આવે, પરંતુ દરેક વ્યક્તિ માટે આવવું શક્ય નથી. તેથી હું તમામ રામ ભક્તોને વિનંતી કરું છું કે એકવાર 22  જાન્યુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન થાય તે પછી અયોધ્યા આવે." આ પછી, તેઓએ તેમની અનુકૂળતા મુજબ અયોધ્યા આવવું જોઈએ અને 22 જાન્યુઆરીએ અહીં આવવાનું મન બનાવવું જોઈએ નહીં."



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે