વાયનાડ પહોંચ્યા PM Modi, પહેલા સ્થળનું કર્યું હવાઈ નિરીક્ષણ અને પછી સ્થળ મુલાકાત, મળ્યા રાહત શિબિરોમાં રહી રહેલા લોકોને.. Rahul Gandhiએ કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2024-08-10 16:02:34

કેરળના વાયનાડમાં કુદરતી આપદાએ તબાહી મચાવી છે.. ભૂસ્ખલનના અનેક વખત સમાચાર આપણી સામે આવ્યા છે.. અનેક લોકોના મોત આ ભૂસ્ખલનને કારણે થયા છે. અનેક લોકો મોતને ભેટ્યા જ્યારે અનેક લોકો લાપતા થઈ ગયા હતા.. રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી.. આર્મીના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા.. વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પીએમ મોદી આજે વાયનાડ ગયા છે. પહેલા હવાઈ નિરીક્ષણ કર્યું અને પછી ત્યાં હાજર લોકો સાથે વાત કરી હતી. 

રાહત શિબિરોમાં રહી રહેલા લોકો સાથે કરી મુલાકાત

વાયનાડની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. ઉપરાંત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. શિબિર કેમ્પમાં રહેતા લોકો સાથે પણ તેમણે વાત કરી હતી.. આ બાદ અધિકારીઓ સાથે તે બેઠક પણ કરશે એવી માહિતી પણ સામે આવી છે.

રાહુલ ગાંધીએ કરી ટ્વિટ

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાયનાડની મુલાકાતે ગયા હતા. ત્યાં લોકો સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ વાયનાડનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો. પીએમ મોદી આજે વાયનાડની મુલાકાત લેવાના હતા તેને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી છે. - PM મોદીનો વાયનાડ જવાનો નિર્ણય સારો છે. મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલા વિનાશને જોશે ત્યારે એને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે. મહત્વનું છે કે ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહત કાર્ય માટે આર્મીના જવાનોને પણ મેદાને ઉતારવામાં આવ્યા હતા. આર્મીના જવાનો જ્યારે ત્યાંથી ગયા ત્યારે તેમને તાળીઓના ગડગડાટથી વિદાય લોકોએ આપી હતી.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે