રાહુલ ગાંધીના આકરા પ્રહાર "ચીને આપણી હજારો કિમી જમીન છીનવી, PM મોદી જુઠ્ઠું બોલ્યા હતા"


  • Published By :
  • Published Date : 2023-08-25 21:15:13

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે લદ્દાખના કારગીલમાં રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના લદ્દાખ પ્રવાસના છેલ્લા તબક્કામાં રાહુલ ગાંધીએ કારગીલમાં ભાજપ પર પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે તે લદ્દાખની જમીન છીનવીને અદાણી ગ્રુપને આપવા માગે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ જ કારણ છે કે ભાજપ લદ્દાખી લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ નથી આપતી. કેમ કે ત્યાર બાદ તેઓ સ્થાનિક લોકોની જમીન નહીં લઈ શકે. પરંતુ કોંગ્રેસ આવું ક્યારેય થવા નહીં દે.


લદ્દાખ એક રણનૈતિક સ્થાન


રાહુલ ગાધીએ કહ્યું કે લદ્દાખ રણનિતીની દ્રષ્ટીઓ ખુબ જ મહત્વનું સ્થાન છે. એક વાત તો સ્પષ્ટ છે કે ચીને ભારતની હજારો કિલોમીટર જમીન છીનવી છે, દુ:ખની વાત એ છે કે વિપક્ષની બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે લદ્દાખની એક ઈંચ જમીન પણ ચીને લીધી નથી. આ એક જુઠ્ઠાણું છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો હતો કે ચીન લદ્દાખમાં ભારતીય વિસ્તાર હડપ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનના કારણે ભારત જોડો યાત્રા દરમિયાન તે લદ્દાખનો પ્રવાસ કરી શક્યા નહોંતા.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે