ટેક્નોલોજીનો જેટલો ઉપયોગ થાય છે તેટલો જ દુરૂપયોગ થાય છે. ટેક્નોલોજી એક શસ્ત્ર છે જેનો ઉપયોગ સારી રીતે કરીએ તો સમાજ માટે ફાયદાકારક છે પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે સમાજ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધે છે તેમ તેમ તેનો ફાયદો લોકો ખરાબ રીતે કરી રહ્યા છે. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સનો ફાયદો લોકો ખરાબ રીતે ઉઠાવી રહ્યા છે. રશ્મિકા મંદાનાથી લઈને કેટરિના કૈફ, કાજોલના ડીપફેક વીડિયો વાયરલ થયા હતા. મોટી સંખ્યામાં લોકોએ તે વીડિયોને જોયા છે. ત્યારે પીએમ મોદીએ પણ ડીપફેકના વધતા સમાચારોને લઈ ચિંતા વ્યક્ત કરી હતી
પીએમ મોદીએ ડીપફેક પર ચિંતા વ્યક્ત કરી
ગઈકાલે ભાજપના કાર્યાલય ખાતે દિવાળી સમારંભના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ એઆઈને લઈ ચિંતા વ્યક્ત કરી છે. પીએમએ મીડિયાને આગ્રહ પણ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કાર્યક્રમો મારફત લોકોને એકત્ર કરીને ડીપફેક શું છે, તેનાથી કેટલું મોટું સંકટ પેદા થઈ શકે છે અને તેની અસર શું થઈ શકે છે તે અંગે ઉદાહરણો સાથે લોકોને જણાવવું જોઈએ. પીએમ મોદીએ જ્યારે તેમનો ગરબા કરતો વીડિયો (એઆઈની મદદથી બનાવેલો) જ્યારે તેમણે જોયો ત્યારે તે અચંબિત થઈ ગયા હતા. આ અંગે વાત કરતા કહ્યું કે તેમણે એક વીડિયો જોયો હતો, જેમાં તેમને ગરબા ગાતા દર્શાવાયા હતા. મને પોતાને લાગ્યું કે આ શું બનાવી દેવાયું.
વીડિયો સાચો છે કે ખોટો છે તે જાણી શકતા નથી!
સંબોધન કરતા તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મારફત બનાવાતા ડીપફેક વીડિયોના કારણે એક નવી કટોકટી સર્જાઈ શકે છે અને સમાજમાં અશાંતિ ફેલાઈ શકે છે. સમાજના એક મોટાભાગ પાસે જે-તે વીડિયોની ખરાઈ ચકાસવા માટે કોઈ વ્યવસ્થા નથી. તેથી તેઓ કોઈપણ બનાવટી વીડિયોને સત્ય માની શકે છે. ગમે તે આ ડીપફેકનો શિકાર બની શકે છે. ઈન્ટરનેટ પર આપણે અનેક એપ્લીકેશન વાપરતા હોઈએ છીએ જેમાં આપણે અનેક એક્સેસ આપી દેતા હોઈએ છીએ.
અજાણ્યામાં એપ્લિકેશનમાં આપેલી પરમિશન ઘાતક સાબિત થઈ શકે છે!
મોબાઈલમાં આપણે જે વસ્તુ આપણે સર્ચ કરતા હોઈએ છીએ, ઈન્સ્ટાગ્રામમાં જે રીલ્સ જોતા હોઈએ છીએ તે પ્રમાણે આપણને રિલ્સ જોવા મળતી હોય છે!. ઘણી વખત અજાણ્યામાં આપવામાં આવેલી પરમિશન આપણા માટે ઘાતકી સાબિત થઈ શકે છે. ફોટાને, અવાજને, આપણા હાવભાવને ધ્યાનમાં રાખી ડીપફેક બનાવવામાં આવતો હોય છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં નકલી કોણ છે તે જાણવું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે વધતા ડીપફેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે.






.jpg)








