જો નેહરુ આટલા મહાન છે તો તેમની અટક શા માટે નથી રાખતાઃ PM મોદીનો ગાંધી પરીવાર પર કટાક્ષ


  • Published By :
  • Published Date : 2023-02-09 18:28:20

PM નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો. મોદીનું ભાષણ શરૂ થાય એ પહેલાં જ વિપક્ષના સાંસદોએ હોબાળો શરૂ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આજે ફરી નહેરૂ-ગાંધી પરિવાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને તેમના ભાષણમાં ઈન્દીરા ગાંધીથી લઈને નહેરૂ પરિવાર સુધીનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે, દેશની આર્થિક સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં ન આવે. કેટલાક લોકોના શબ્દો માત્ર ગૃહને જ નહીં પરંતુ દેશને પણ નિરાશ કરનારા છે.


નહેરૂનું નામ રાખવામાં વાંધો શું છે?


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના હોબાળા પર કહ્યું કે, આ દેશ જોઈ રહ્યો છે કે એકલો કેટલા પર ભારે છે. આ રાજકીય રમત રમતા લોકોથી બચવાનો માર્ગ શોધી રહ્યાં છે. મોદીએ કહ્યું કે, આ દેશ કોઈ પરિવારની જાગીર નથી. તેમણે તેમ પણ કહ્યું કે,મને સમજાતું નથી કે તેમની પેઢીની કોઈ વ્યક્તિ નહેરુ સરનેમ રાખવાથી કેમ ડરે છે. નહેરુ અટક રાખવાની શરમજનક વાત છે. આવી મહાન વ્યક્તિ તમને અને તમારા પરિવારને સ્વીકાર્ય નથી અને તમે અમારો હિસાબ માગો છો.?.


કમળને ખીલવવામાં કોંગ્રેસનું યોગદાન


PMએ કહ્યું કે, વિપક્ષના હોબાળા વચ્ચે વડાપ્રધાન મોદીએ વળતોપ્રહાર કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક લોકોનો વ્યવહાર નિરાશાજનક છે. હું આ પ્રકારની પ્રવૃ્ત્તિના સભ્યોને કહીશ કે તેમની પાસે કાદવ હતો, મારી પાસે ગુલાબ હતું. જેની પાસે જે પણ હતું, તેમણે તેને ઉછાળ્યું. તમે જેટલો કાદવ ફેંકશો તેટલું જ વધુ ને વધુ કમળ ખીલશે. કમળને ખીલવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ તમારું જે પણ યોગદાન છે, તેમા માટે હું તમારો આભાર માનું છું. અમારી સફળતામાં તમારા યોગદાનને ભૂલાવી શકાશે નહી.


કોંગ્રેસે વિકાસના 6-6 દાયકા વેડફી નાખ્યા


પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગઈકાલે વિપક્ષના ખડગેજીએ કહ્યું કે 60 વર્ષમાં તેમણે મજબૂત પાયો નાખ્યો. તેમની ફરિયાદ હતી કે અમે પાયો નાખ્યો છે અને તેનો શ્રેય મોદી લઈ રહ્યા છે. 2014માં જ્યારે મેં વસ્તુઓને નજીકથી જોવાની કોશિશ કરી તો જણાયું કે 60 વર્ષથી કોંગ્રેસ પરિવારે ખાડા જ ખાડા કર્યા છે. તેમનો ઈરાદો સારો નહોતો, પણ ખાડા કર્યા હતા. વિકાસના 6-6 દાયકા વેડફી દીધા હતા, તે સમયે વિશ્વના નાના દેશો પણ સફળતાના શિખરોને સ્પર્શી રહ્યા હતા.


કોંગ્રેસ જુઠાણું ફેલાવી રહી છે


રોજગાર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેઓ નોકરી અને રોજગાર વચ્ચેનો તફાવત નથી જાણતા, તેઓ અમને ઉપદેશ આપી રહ્યા છે. અધૂરી બાબતો અને નેરેટિવ બનાવીને જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. નવી રોજગારીની નવી સંભાવનાઓ ઊભી થઈ છે. ગ્રીન જોબની નવી શક્યતાઓ ઉભરતી દેખાઈ છે.


ઈન્દીરા ગાંધીએ રાજ્ય સરકારો તોડી


તેમણે કહ્યું કે, ઈન્દીરા ગાંધીના સમયમાં આર્ટિકલ 356નો 50 વખત ઉપયોગ કર્યો અને વિપક્ષી અને પ્રાદેશિક દળોની સરકારોને તોડી. કેરળમાં ડાબેરી સરકાર ચૂંટાઈ જેને નહેરૂ પસંદ કરતા નહોતા, તેને તોડી દેવાઈ. કરૂણાનિધી જેવા દિગ્ગજોની સરકાર તોડી દેવામાં આવી.  


દેશના વૈજ્ઞાનિકોને બદનામ કર્યા


વડાપ્રધાન મોદીએ વિપક્ષો પર વેક્સિન બનાવનાર વૈજ્ઞાનિકોનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું તેમને બદનામ કરવા આર્ટિકલ લખવામાં આવ્યા, ટીવી પર બોલવામાં આવ્યું. આ વિજ્ઞાન વિરોધી લોકો, આ ટેકનોલોજીના વિરોધી લોકો છે. આપણા વૈજ્ઞાનિકોને બદનામ કરવાની એક પણ તક છોડશે નહીં. આપણા યુવાનો અવનવા સંશોધનો કરી રહ્યા છે, તેઓ તેમને બદનામ કરી રહ્યા છે. તેમને દેશની ચિંતા નથી, તેઓને તેમના રાજકારણની ચિંતા છે. અમે ખુશ છીએ કે આજે 100 કરોડથી વધુ મોબાઈલ મારા દેશના હાથમાં છે. એક સમયે આપણે આયાત કરતા હતા, પરંતુ આજે આપણે નિકાસ કરવામાં ગર્વ અનુભવીએ છીએ.


દેશ આત્મનિર્ભર થવાના માર્ગે


PMએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા નવી ઊંચાઈ પર છે. 5 લાખ કોમન સર્વિસ સેન્ટર છે. એક સેન્ટરમાં 2 થી 5 લોકો રોજગાર મેળવે છે. ગામડાના લોકોને એક બટન ક્લિક કરતાં જ સુવિધા મળી રહી છે. 90 હજાર રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ ખોલવામાં આવ્યા છે. EPFOમાં 1 કરોડથી વધુ લોકો જોડાયા છે. આત્મનિર્ભર રોજગાર ભારત યોજનામાં, અમે અમારા ઉદ્યોગ સાહસિકો માટે ડિફ્રેન્સ, ડ્રોન ખોલ્યા છે, જેના કારણે રોજગારની સંભાવનામાં નવી ગતિ આવી છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફનું કામ આગળ ધપાવવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે 350 થી વધુ નવી કંપનીઓ આવી છે. આમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. અમારી સરકારમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં રેકોર્ડબ્રેક કામ થયું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે