PM મોદીએ જાતિ આધારિત ગણતરીની રાજનીતિ પર આપ્યો જવાબ! કહ્યું મને આ ચાર જાતિ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-01 16:44:25

દેશમાં પાંચ રાજ્યોમાં સ્ટેટ ઇલેકશન પૂર્ણ થઇ ગયા છે અને આ ઈલેક્શનમાં સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ હતો જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો.વિપક્ષ છેલ્લા કેટલાય સમયથી જાતી આધારિત વસ્તી ગણતરીની માગ કરી રહ્યું છે. જો જાતી આધારિતવસ્તી ગણતરી થાય તો ઓબીસીએ ખુબ મોટી વોટબેંન્ક છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ખુલાસો કર્યો છે કે એમને કઈ 4 જાતિઓથી વિશેષ પ્રેમ છે?

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી આ વાત!

ગઈકાલે પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને વર્ચ્યુઅલ રીતે સંબોઘી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સંબોધન વખતે તેમણે કહ્યું કે પહેલાની સરકારો પોતાને માઈ-બાપ માનતી હતી. એનાથી વિશેષ અને જેની પર બધાની નજર હતી એ વાક્ય પીએમ મોદી બોલ્યા. વડાપ્રધાને કહ્યું કે    મારા માટે સૌથી મોટી જાતિ ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોની છે. તેમને મજબૂત કરીને અમે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. આપણા અમૃત સ્તંભો આપણી નારી શક્તિ, આપણી યુવા શક્તિ, આપણા ખેડૂતો અને આપણા ગરીબ પરિવારો છે. 


ભાજપની આ ટ્રીક કેટલી કામ લાગશે?

હવે વિપક્ષના જાતિઆધારિત વસ્તીગણતરી અને ઓબીસીવાળી રાજનીતિ પર પીએમ મોદીએ પાણી ફેરવી અને હિન્દુત્વની છત્રીના બદલે આ વખતે ગરીબ અને યુવાનો મહિલાઓ વાળી છત્રી ખોલી છે તો હેવ આ ટ્રીક કેટલી કામ કરે છે એ જોવાનું રહ્યું!



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....