Jagdeep Dhankhar સાથે PM Modiએ કરી ટેલિફોનિક વાત, Sansadમાં વિરોધ વચ્ચે સાંસદો માટે બહાર પડાયું પરિપત્ર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-20 11:46:53

સંસદમાં જ્યારથી શિયાળા સત્રનો પ્રારંભ થયો છે ત્યારથી લઈ ગઈકાલ સુધી 141 વિપક્ષી સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સંસદની બહાર સસ્પેન્ડ થયેલા સાંસદો વિરોધ કરી રહ્યા છે.  આ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી, જેના પર ઉપરાષ્ટ્રપતિ ગુસ્સે થઈ ગયા હતા. એક તરફ જ્યારે સાંસદ મિમિક્રી કરી રહ્યા હતા તો બીજી તરફ રાહુલ ગાંધીએ તેમનો વીડિયો ઉતાર્યો. આ ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય બાબત છે.  આ ઘટનાને લઈ પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાત કરી છે.    

ઉપરાષ્ટ્રપતિને પ્રધાનમંત્રીએ કર્યો ફોન  

ગઈકાલે ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી એક સાંસદ દ્વારા કરવામાં આવી જેને લઈ હોબાળો થઈ ગયો. ઉપરાષ્ટ્રપતિ જનદીપ ધનખડનું દર્દ છલકાઈ આવ્યું હતું. આ બધા વચ્ચે આજે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો. તેમણે ગઈકાલે સંસદ સંકુલમાં કેટલાક સાંસદોની ઘૃણાસ્પદ હરકતો પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મને કહ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષથી આવા અપમાન સહન કરી રહ્યાં છે, પરંતુ ભારતના ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ સાથે અને તે પણ સંસદમાં, આ ઘટના બની શકે તે દુર્ભાગ્યપૂર્ણ છે. મેં તેમને કહ્યું- વડા પ્રધાન, કેટલાક લોકોની હરકતો મને રોકશે નહીં. હું મારી ફરજ બજાવી રહ્યો છું અને આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને જાળવી રાખું છું. હું મારા હૃદયના તળિયેથી તે મૂલ્યો માટે પ્રતિબદ્ધ છું. કોઈ અપમાન મારો માર્ગ બદલી શકે નહીં."



આજે પણ વિપક્ષી સાંસદો કરી રહ્યા છે વિરોધ 

મહત્વનું છે આજે પણ વિપક્ષી સાંસદો દ્વારા સંસદની બહાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે "તેઓ દરેકને હેતુપૂર્વક સસ્પેન્ડ કરી રહ્યા છે, જેથી વિપક્ષના કોઈ પણ નેતા ગૃહમાં ચર્ચામાં ભાગ ન લઈ શકે. તેઓ ગૃહમાં ત્રણ ફોજદારી કાયદા લાવી રહ્યા છે અને ઈચ્છે છે કે કોઈએ તેમનો વિરોધ ન કરવો જોઈએ. અમારો વિરોધ જ્યાં સુધી સસ્પેન્ડ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. સાંસદોને રદ કરવામાં આવે છે." વિરોધ કરી રહેલા સાંસદોની સાથે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ દેખાયા હતા.   



સસ્પેન્ડ થયેલા સાંસદોને લઈ પરિપત્ર જાહેર કરાયો 

એક તરફ સસ્પેન્ડશનને લઈ સાંસદો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ લોકસભા સચિવાલય દ્વારા એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. પરિપત્ર મુજબ સસ્પેન્ડ કરાયેલા સાંસદોને સંસદીય સમિતિઓની બેઠકોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કામની યાદીમાં તેમના નામની કોઈ વસ્તુ ઉમેરવામાં આવશે નહીં. આ ઉપરાંત સર્ક્યુલરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સસ્પેન્શન દરમિયાન આ સાંસદો તરફથી કોઈ નોટિસ સ્વીકારવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન તેઓ સમિતિની ચૂંટણીમાં પણ મતદાન કરી શકશે નહીં.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે