કોવિડ અને ઈન્ફ્લ્યુએન્ઝાના વધતા કેસને લઈને સરકાર એક્શનમાં, PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આપ્યા આ નિર્દેશ


  • Published By :
  • Published Date : 2023-03-22 20:58:13

દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના વધતા સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સની સજ્જતા, રસીકરણ અભિયાનની સ્થિતિ, કોવિડ-19ના નવા વેરિયેન્ટ અને ઈન્ફલ્યુએન્ઝાના વેરિયેન્ટના ઉદભવ અંગે ચર્ચા થઈ હતી.  


PM મોદીએ આપી આ સુચના


આ દરમિયાન  PM મોદીએ કોરોના વાયરસને લઈને સાવચેતી અને તકેદારી રાખવાની સલાહ આપી હતી. PMએ તમામ ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) કેસોનું લેબોરેટરી સર્વેલન્સ અને ટેસ્ટીંગ વધારવાની અને જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે, કોવિડ સામે સજ્જતા સુનિશ્ચિત કરવા, હોસ્પિટલોમાં ફરીથી મોક ડ્રીલનું આયોજન કરવાનો, નિર્દેશ આપ્યો અને લોકોને કોવિડનું યોગ્ય વર્તન અનુસરવાની સલાહ આપી.


PM મોદીને અપાઈ જાણકારી


કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ દ્વારા ભારતમાં વધી રહેલા કેસ સહિત વૈશ્વિક કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. PM મોદીએ છેલ્લા કેટલાક મહિનામાં નોંધાયેલા H1N1 અને H3N2ના વધુ કેસોના સંદર્ભમાં અધિકારીઓને સુચના આપી હતી. તે ઉપરાંત પ્રધાનમંત્રીએ અધિકારીઓને INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઝ સાથે પોઝિટિવ ટેસ્ટ સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો હતો.  


દવાઓનો જથ્થો વધારવા પર ભાર


PM મોદીએ ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19 માટે જરૂરી દવાઓ અને લોજિસ્ટિક્સની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું, કોવિડ -19 રોગચાળો હજી દૂર છે અને દેશભરની સ્થિતિ પર નિયમિતપણે દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તણૂકની 5-ગણી વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા, તમામ ગંભીર તીવ્ર શ્વસન બિમારી (SARI) કેસોની લેબ સર્વેલન્સ અને પરીક્ષણ વધારવાની સલાહ આપી.  


ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત


PM મોદીએ લોકોને સ્વચ્છતાનું પાલન કરવા અને ભીડવાળા સાર્વજનિક સ્થળોએ કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરવા વિનંતી કરી હતી. આ બેઠકમાં પીએમના અગ્ર સચિવ પીકે મિશ્રા, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી કે પોલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.