ચાઈનાના વધતા પ્રભાવ વચ્ચે , પીએમ મોદી મોરિશિયસના પ્રવાસે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-11 14:00:12

આજે એક એવા દેશની વાત કરવી છે , જ્યાં આપણા બૉલીવુડની ઘણી મોટા બજેટની ફિલ્મો શૂટ થઇ છે  . જેમ કે , મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની અગ્નિપથ ,શાહરુખ ખાનની બાજીગર વગેરે . આ દેશની કુલ વસ્તીના ૭૦ ટકા  લોકો ભારતીય મૂળના છે . હિન્દ મહાસાગરના આ નાનકડા દેશને કુદરતે ખુબ સુંદરતા બક્ષી છે . આ નાનકડો ટાપુ દેશ  એટલે , મોરિશિયસ . વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરિશિયસના બે દિવસના પ્રવાસે છે . તો આવો જાણીએ આ અનોખા દેશ મોરિશિયસ વિશે . 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ૨૦૧૫ પછી આ બીજી વખત મોરિશિયસના પ્રવાસે છે . આ વખતે પીએમ મોદી મોરિશિયસના નેશનલ દિવસના મુખ્ય મેહમાન છે . 


મોરિશિયસ સાથે મહાત્મા ગાંધીનો પણ એક મહત્વનો સબંધ છે . ૧૯૦૧માં જયારે મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે , તેઓ ખુબ ઓછા સમય માટે મોરિશિયસમાં રોકાયા હતા . તે સમયે મહાત્મા ગાંધીએ ત્યાં ૩ ખુબ મહત્વના સંદેશા આપ્યા હતા . 

૧) શિક્ષણનું મહત્વ 

૨) રાજકીય રીતે સશક્તિકરણ

૩) ભારત સાથે જોડાયેલા રહો 

મહાત્મા ગાંધીને સલામ આપવાના ભાગ રૂપે , દર વર્ષે ૧૨ માર્ચના રોજ મોરિશિયસનો નેશનલ દિવસ ઉજવાય છે કેમ કે તે દિવસના રોજ ગાંધીજીએ ૧૯૩૦ના વર્ષમાં દાંડી યાત્રા શરુ કરી હતી . 

હવે આ દેશની થોડી માહિતી જોઈએ .

Mahatma Gandhi - Wikipedia

હિન્દ મહાસાગરમાં આ દેશ આફ્રિકા ખંડના મડાગાસ્કરની નજીકમા છે . પોર્ટ લુઈસ તેની રાજધાની છે . ૧૯૬૮માં તેને આઝાદી મળી . મોરિશિયસ ૨,૦૪૦ સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલો દેશ છે . વાત કરીએ તેની ભૂગોળની તો મુખ્ય ટાપુ સહીત તેની પાસે બીજા ત્રણ ટાપુ છે ,જેમના નામ છે રોડ્રિગ્સ, અગાલેગા અને સેન્ટ બ્રાન્ડન.  

Mauritius country profile - BBC News

અગાઉ જેમ વાત કરી તેમ , આ દેશની કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે .    

મોરિશિયસ પર બ્રિટિશરોનો કબ્જો આવ્યો તે પેહલા તેની પર ફ્રેન્ચ લોકોનું રાજ હતું . જેવું જ બ્રિટિશરોનું રાજ આવ્યું ત્યારબાદ  ૧૮૩૪ થી લઇને ૧૯૦૦ ના વર્ષ સુધી મોટા પાયે ભારતીય મૂળના "વેઠિયા મજૂરો"  મોરિશિયસમાં સ્થાયી થયા . માટે આજે પણ મોરિશિયસની વસ્તીમાં ભારતીય લોકો ખુબ વધારે છે . 

વાત કરીએ મોરિશિયસના અર્થતંત્રની તો , તે મુખ્યત્વે ખેતી અને પ્રવાસન ઉદ્યોગ પર આધારિત છે . ખેતીમાં મોરિશિયસ ખાંડનું ખુબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે . ભારતમાં જે પણ FDI એટલેકે (સીધું વિદેશી મૂડીરોકાણ ) આવે છે તેમાં મોરિશિયસ પ્રથમ સ્થાને છે . ભારતનું રૂપે કાર્ડ અને UPI એટલેકે (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) મોરિશિયસમાં બધા જ ATM અને POS (પોઇન્ટ ઓફ સેલ ) મશીન પર કાર્યરત છે.    

૨૦૨૫ના વર્ષ મુજબ મોરિશિયસની કુલ વસ્તી ૧૨ લાખ છે . 

વાત કરીએ મોરિશિયસની રાજનીતિની તો , ૧૯૪૭ પછી ભારતે તેની આઝાદીની લડાઈને સમર્થન કરેલું છે . 

મોરિશિયસ ભારતની જેમ જ સંસદીય લોકશાહીનું પાલન કરે છે . 

મોરેશિયસ પર મુખ્યત્વે બે રાજકીય પરિવારો, રામગુલામ  અને જુગ્નૌથ પરિવારનો દબદબો રહ્યો છે. ગયા વર્ષે ચૂંટણી જીતનાર નવીન રામગુલામ અગાઉ બે વાર (૧૯૯૫ થી ૨૦૦૦ અને ૨૦૦૫ થી ૨૦૧૪ સુધી) મોરેશિયસના વડા પ્રધાન  પદે રહી ચૂક્યા છે.

ભારત માટે મુખ્ય ચિંતા એ ચાઈનાનો મોરિશિયસમાં વધી રહેલો પ્રભાવ છે . કેમ કે ચાઈનાએ મોરિશિયસની સુપ્રીમ કોર્ટના નિર્માણ પાછળ પૈસા આપેલ છે ઉપરાંત ત્યાં આંતરમાળખાના વિકાસ પાછળ પણ ઘણું મૂડીરોકાણ ચાઈના દ્વારા કરવામાં આવેલ છે . 

તો આ દ્રષ્ટિએ પીએમ મોદીની આ મોરિશિયસ મુલાકાત ભારત માટે ખુબ મહત્વની રેહવાની છે . 

તમારું મોરિશિયસને લઇને શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો . 

જો તમે અમને યૂટ્યૂબ પર જોઇ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો ફોલો કરો નમસ્કાર.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.