વિવિધ પાર્ટીઓના 8 સાંસદોને PM મોદીએ લંચ માટે બોલાવ્યા, કહ્યું 'તમને પનિશમેન્ટ આપવી છે'


  • Published By :
  • Published Date : 2024-02-09 19:25:21

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંસદની કેન્ટીનમાં વિવિધ પક્ષોના સાંસદો સાથે લંચ લીધું હતું. સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સાંસદોની સંખ્યા 8 હતી. PM નરેન્દ્ર મોદીએ પોતે જ આ સાંસદોને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સાથે લંચ લેનારા સાંસદોમાં BJPના હીના ગાવિત, એસ. ફાંગનોન કોન્યાક, જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ, એલ. મુરુગન, TDPના સાંસદ રામમોહન નાયડુ, BSPના સાંસદ રિતેશ પાંડે અને BJD સાંસદ સસ્મિત પાત્રાનો સમાવેશ થાય છે.


PM મોદીએ શું ભોજન લીધું?


મળતી જાણકારી મુજબ, PM મોદીએ 8 સાંસદોને અનૌપચારિક લંચ માટે બપોરે 2.30 વાગ્યા ફોન કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, પીએમ મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજન અને રાગીના લાડવા ખાધા હતા. ભોજન દરમ્યાન પાસ્તા, ખિચડી, દાળ, ભાત, શાક, રાયતા, પાપડ અને સલાડ હતા. તમામના ખાવાનું બિલ પીએમ મોદીએ આપ્યું હતું. પીએમ આ બધા સાથે લગભગ 45 મિનિટમાં કેન્ટીનમાં રહ્યા હતા.


PM મોદી સાથે શું ચર્ચા થઈ? 


PM મોદીએ સાંસદો હળવા અંદાજમાં કહ્યું કે, આજે આપ સૌને સજા આપવા જઈ રહ્યો છું. મારી સાથે આવો, બાદમાં પીએમ મોદી બધાને કેન્ટીનમાં લઈ ગયા, જ્યાં પીએમના અનુભવો વિશે હળવી વાતો થઈ. સાંસદોએ પીએમ મોદીને સવાલ પૂછ્યા. રાજનીતિ પર કેટલીય નવી વાતો થઈ. પીએમ મોદીની લાઈફસ્ટાઈલ, ક્યારે ઉઠે છે, ક્યારે સુવે છે વગેરે સવાલો સાંસદોએ પૂછ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ રાતમાં ફક્ત સાડા ત્રણ કલાક જ સુવે છે અને સૂર્યાસ્ત બાદ કંઈ ખાતા નથી. PM મોદીએ ભોજન દરમ્યાન વ્હાઈટ પેપરના મુદ્દા પર પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે, વ્હાઈટ પેપર લાવવા પાછળનું કારણ જ્યારે મને લાગ્યું કે, આ રીતનું કરપ્શન થયું છે. યૂપીએ સરકારમાં તો હું પહેલા કેટલાય વર્ષોથી સુધી ચૂપ રહ્યો. બાદમાં મને લાગ્યું કે દેશનું આટલું નુકસાન થયું. લોકોના પૈસાની લૂંટ અને બરબાદી થઈ છે. ત્યારે અમે વિચાર્યું કે, દેશના લોકોની સામે આવવું જોઈએ. બાદમાં અમે નક્કી કર્યું કે, એક વ્હાઈટ પેપર લાવવું જોઈએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે