PM Modiએ Chhattisgarhમાં Congress પર જોરદાર પ્રહારો કર્યા, કહ્યું કે Congress સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ...


  • Published By :
  • Published Date : 2023-11-13 14:18:57

આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એક રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બીજા રાજ્યમાં એટલે કે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી કાઢી રહ્યા છે ઉપરાંત જનસભાને સંબોધી રહ્યા છે. ત્યારે છત્તીસગઢમાં પીએમ મોદીએ આજે જનસભાને સંબોધી હતી જે દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપનો ટ્રેક રેકોર્ડ અને ભાજપ દ્વારા બનાવવામાં આવેલ ગેરંટી, ભાજપ જ તેમાં સુધારો કરશે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના એ નેતાઓની વિદાયનો સમય આવી ગયો છે જેમણે તમને 5 વર્ષ સુધી લૂંટ્યા છે.

 

ભૂપેશ બાઘેલ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર  

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના સ્ટાર પ્રચારક ચૂંટણી વાળા રાજ્યમાં જનસભાને સંબોધી રહ્યા છે. પીએમ મોદી પોતે આજે ભાજપનો પ્રચાર કરવા માટે છત્તીસગઢ પહોંચ્યા હતા. જનસભાને સંબોધતી વખતે તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું હતું. જનસભાને સંબોધતા તેમણે ડબલ એન્જીન સરકારની પણ વાત કરી હતી.   


કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે... 

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસની માનસિકતાને ઓખળવી પડશે. આ એ જ કોંગ્રેસ છે જેણે પંચાયતમાંથી સંસદની સરકારો ચલાવી, પરંતુ ઓબીસી સમુદાયને અનામત ન આપી. ઓબીસી કમિશનને દાયકાઓ સુધી બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો ન હતો. મેડિકલ કોલેજોમાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી નથી. પણ મોદીએ તમને આ બધા કામો કરવાની ગેરંટી આપી હતી અને કરી બતાવી પણ છે.  



મોદીની જાતિને પણ કોંગ્રેસ નફરત કરવા લાગી છે - પીએમ મોદી 

મહાદેવ સટ્ટાબાજીનો પણ ઉલ્લેખ પીએમ મોદીએ પોતાના ભાષણમાં કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે તમે અહીંયા કોંગ્રેસની હાર પાક્કી કરી દીધી છે. આ સાથે છત્તીસગઢના 30% કક્કાની કારમી હાર પણ નિશ્ચિત છે. એટલે કે કક્કાની વિદાય પણ નિશ્ચિત છે. આજે ચારે બાજુથી સમાચાર આવી રહ્યા છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી માટે ધારાસભ્ય બનવું પણ મુશ્કેલ બની ગયું છે. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે મોદી તમને દરેક સંકટમાંથી મુક્ત કરાવવા માંગે છે. તેથી જ કોંગ્રેસ મોદીને પણ નફરત કરે છે. કોંગ્રેસની આ નફરત એટલી વધી ગઈ છે કે તે મોદીની જાતિને પણ નફરત કરવા લાગી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી કોંગ્રેસ મોદીના નામે સમગ્ર ઓબીસી સમુદાયને અપમાનિત કરી રહી છે. કોંગ્રેસ દુર્વ્યવહાર અને સ્ટિંગ માટે ઓબીસી સમુદાયની માફી માંગવાનો પણ ઇનકાર કરી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે