કેવડિયા કોલોનીમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ઉપસ્થિતિમાં PM મોદીએ મિશન લાઈફ કર્યું લોન્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:09:55

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિકાસલક્ષી કાર્યોની ભેટ તેઓ આપી રહ્યા છે . પ્રવાસના બીજા દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

મિશન લાઈફનો મંત્ર લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ - પીએમ  

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે પર્યાવરણ અનુકુળ જીવન એ જ મિશન લાઈફનો મંત્ર છે. જીવન શૈલી બદલીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. ધરતીની સુરક્ષા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. ક્લાયમેટ ચેનજ જેવી વૈશ્વિક આપદા સામે લડવામાં ભારત સૌથી આગળ છે.


જિંદગીમાં થોડો ફેરફાર લાવી પર્યાવરણની રક્ષા કરી શકાય - પીએમ  

વધુમાં તેમણે કહ્યું કે એક ધારણા બનાવામાં આવી હતી કે આબોહવા પરિવર્તનએ માત્ર નીતિ સંબંધિત મુદ્દો છે અને તે અંગે સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પગલાં લેશે. પરંતુ હવે લોકો આબોહવા પરિવર્તનની અસર અનુભવી રહ્યા છે. કેટલાક લોકો ACનું તાપમાન 17 ડિગ્રી કરી દેતા હોય છે, જેનાથી પર્યાવરણને ખરાબ અસર થઈ રહી છે. જીમ જતી વખતે સાયકલનો ઉપયોગ કરવા પણ તેમણે પહેલ કરી છે. આપણી જીવનશૈલીમાં થોડો બદલાવ લાવવાથી ઘણો ફરક પડી શકે છે. આપણું થોકુક પર્યાવરણ માટે ઘણું અસરકારક સાબિત થઈ શકે છે.

 

શું છે LiFE?

ગયા વર્ષે એટલે કે 2021માં જ્યારે 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ મળી હતી તે દરમિયાન વડાપ્રધાન મોદીએ આનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમણે LIFEનો વિચાર રજૂ કર્યો હતો. પીએમએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પર્યાવરણને બચાવવા માટે આંદોલનમાં જોડાવા વૈશ્વિક સ્તરે આહ્વાન કર્યું હતું. જે બાદ કેવડિયા ખાતેથી આ  મિશનની શરૂઆત થઈ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે