ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે થશે મહામુકાબલો, ફાઈનલ મેચ જોવા PM મોદી પહોંચશે અમદાવાદ


  • Published By :
  • Published Date : 2023-11-16 22:35:11

ભારતીય ટીમ 19 નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી ગઈ છે. ભારતીય ટીમ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે મહા મુકાબલો યોજાશે. ઉલ્લેખનિય છે બીજી સેમિફાઇનલ ગુરુવારે (16 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ફરી એકવાર આફ્રિકન ટીમ ચોકર સાબિત થઈ હતી અને સેમિફાઈનલ મેચ 3 વિકેટથી હારી ગઈ હતી. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચને લઈને ચાહકોમાં પહેલેથી જ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ સ્ટેડિયમ પહોંચી શકે છે. મળતી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આ મેચ જોવા માટે અમદાવાદમાં હાજર રહેશે. પીએમ મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. આ પહેલા ટીમ સેમી ફાઇનલમાં જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે મહા મુકાબલો 


ICC વર્લ્ડ કપ 2023 ની બીજી સેમિફાઇનલ ગુરુવારે (16 નવેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ફરી એકવાર આફ્રિકન ટીમ ચોકર સાબિત થઈ હતી અને સેમિફાઈનલ મેચ 3 વિકેટથી હારી ગઈ હતી.આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જોકે, જો કે આ મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમે પરસેવો પાડવો પડ્યો હતો, કારણ કે આફ્રિકાએ માત્ર 174 રનમાં 6 વિકેટ ઝડપી હતી. હવે આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઇનલમાં કાંગારૂનો મુકાબલો ભારતીય ટીમ સાથે થશે. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.


ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી


ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. વર્ષ 1983માં ભારતે કપિલ દેવની કપ્તાનીમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2003માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારતીય ટીમ જીત નોંધાવવામાં નિષ્ફળ રહી હતી. પરંતુ વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે ફરી એકવાર ટ્રોફી પર કબજો કર્યો હતો. 


ટીમ ઈન્ડિયા પહોંચી અમદાવાદ


વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, તેથી ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી હતી. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઇ છે. એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.