PM મોદી અને મહંત સ્વામીના હસ્તે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ થયો શુભારંભ


  • Published By :
  • Published Date : 2022-12-14 20:40:09

જે દિવસની BAPSના હરિભક્તો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ ગયો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ પ્રમુખ સ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંતસ્વામીના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજા-અર્ચનાથી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવ શરૂઆત કરી છે. આ ભવ્ય પ્રસંગે પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશ-વિદેશના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


 PMએ  પ્રમુખ સ્વામીના ચરણોમાં અર્પી પુષ્પાંજલિ 


મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ PM નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી વંદના પરિસરની પરિક્રમા કરી અને તેમણ વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી છે. પ્રમુખ સ્વામી મહારાજની દિન ચર્યા વિશેની ઝાંખીનો તેમણે પરિચય મેળવ્યો. તે ઉપરાંત પ્રમુખ સ્વામી નગરમાં તૈયાર કરાયેલા જ્યોતિ ઉદ્યાન જેવી વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી હતી. પીએમ મોદીએ પ્રમુખ સ્વામીની મૂર્તિના ચરણોમાં તેમના ભાવ અને આદર સાથે પુષ્પો અર્પણ કર્યો હતાં તેમજ તેમણે વંદન પણ કર્યા હતા. 


7 સંત દ્વારે જગાવ્યું આકર્ષણ


દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે, એવું આયોજન કરવામાં આવ્યું છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.


દરેકને મળશે નિઃશુલ્ક પ્રવેશ


પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સમય અને ફી વિશે વાત કરીએ તો આ મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. ભક્તો દરરોજ કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે.


20 રૂપિયામાં ભોજન,10 રૂપિયામાં નાસ્તો


પ્રમુખ સ્વામી નગરમાં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે. જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ખાણી પીણીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, પાંઉભાજી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પોપકોર્ન, આઈસક્રીમ, અલગ અલગ જાતના કોલ્ડડ્રિંક્સ ફક્ત 20 રૂપિયામાં મળશે. નમકીનના પેકેટ માત્ર 10 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્સવ સ્થળે 125થી વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે. 


ફ્રિ પાર્કિંગની સુવિધા


પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એ માટે અહીં સ્વયંસેવકો દ્વારા વાહન પાર્કિંગની અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકો માટે દરેક પ્રવેશ દ્વાર પાસે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાહન પાર્કિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં નહીં આવે. આ માટે એક એપ પણ તૈયાર કરાઈ છે.  Psm100 એપ એક ગાઈડની ભૂમિકા તરીકે કામ કરશે. જેમાં એક QR કોડ સ્કેન કરતા પાર્કિંગ માટેની જગ્યાની ખબર પડી જશે કોઈપણ માહિતી અને લોકેશન કેટલું દૂર છે જેવી માહિતી પણ એપ દ્વારા મળી જશે. તેની સાથે સાથે સાંજે ચાલતા તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામની માહિતી અને સમય પણ આ એપ્લિકેશન દ્વારા મળી જશે. 


AMTSની 200થી વધુ બસો દોડશે


પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આવનારા અમદાવાદના લોકો માટે એક મહિના દરમ્યાન AMTSની 200 થી વધુ બસો દોડશે. 150 બસ પીકઅપ અને ડ્રોપિંગ માટે દોડવામાં આવશે. 15 જેટલા રૂટ ને કવર કરવામાં આવશે. જેમાં 25 જેટલી બસ પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર દોડવામાં આવશે..સાથે જ જો નરોડા નિકોલ જેવા વિસ્તારમાંથી ગ્રૂપમાં આખી બસ બુક કરવામાં આવે તો 4000 રૂપિયાના ખર્ચે બસ સીધી કાર્યક્રમ સ્થળ પર લઇ જવા ને લાવા માટે ફેલાવામાં આવશે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.