બ્રેકિંગ / PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ


  • Published By :
  • Published Date : 2022-12-28 16:35:48

PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત અચાનક જ લથડી છે. હીરાબાને હાલ સારવાર માટે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી મોદી પણ માતાના ખબરઅંતર પૂછવા માટે આજે બપોરે બે વાગે માતાની અમદાવાદ પહોંચી શકે છે.  જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર હીરાબાની આજે તબિયત નાદુરસ્ત જણાતા તેમને તાત્કાલિક યુ.એન મહેતામાં ખસેડાયા હતા. 


CMએ યોજી બેઠક


કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વધુ એક બેઠક યોજી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ઋશિકેષ પટેલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. 


હીરાબાની તબિયતમાં સુધારો: મેડિકલ બુલેટીન


અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. હીરાબાને સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


અગ્રણી નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ


PM મોદીના માતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ ભાજપના અગ્રણી નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, CMના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને કૌશિક જૈન,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી સહિતના મહાનુભાવો હીરાબાની ખબર અંતર જાણવા માટે U.N મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. 


અમદાવાદમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર


પીએમ મોદીમાતાની નાદુરસ્ત તબિયતના પગલે  અમદાવાદ આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના આગમન અંગે શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. પીએમના આગમન અગાઉ નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમર્યાદિત સમય સુધી શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરાયો છે. તાત્કાલિક અસરથી અમલ કરવા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના અપાઈ છે. એરપોર્ટ અને હોસ્પિટલની બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.


18મી જૂન 2022ના રોજ શતાયુમાં પ્રવેશ કર્યો હતો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયા હતા. હિરાબાનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા. હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવી હતી. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે 11 માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશીર્વાદ લઈ માતાના ખબરઅંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે