ISROની મુલાકાતે PM Modi, ગગનયાન મિશનના ચારેય એસ્ટ્રૉનૉટ્સના નામ આવ્યા સામે, ભારતીયો માટે પીએમ મોદીએ કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2024-02-27 16:26:16

ભારત વિજ્ઞાન ક્ષેત્રમાં પણ સતત આગળ વધી રહ્યો છે. છેલ્લા થોડા સમયની અંદર ભારત દ્વારા એવા અનેક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા જેને કારણે ભારતના વખાણ દુનિયામાં થવા લાગ્યા.! આ બધા વચ્ચે આજે પીએમ મોદી કેરળના તિરૂવનંતપુરમ પહોંચ્યા હતા.પીએમ મોદીએ ગગનયાનના ચાર અવકાશયાત્રીઓને અવકાશયાત્રીની પાંખો એટલે કે એસ્ટ્રૉનૉટ્સ વિંગ્સ પહેરાવ્યા હતા. જે ચાર અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. પીએમ મોદીએ દુનિયા સામે ભારતના અંતરિક્ષયાનીઓનો પરિચય કરાવ્યો. 

ગગનયાન માટે અવકાશયાત્રીના નામ જાહેર કરાયા! 

પીએમ મોદીએ આજે તિરૂવનંતપુરમ સ્થિત ઈસરોના સૌથી મોટા તેમજ મહત્વપૂર્ણ કેન્દ્ર વીએસએસસી એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની સાથે સાથે મુખ્યમંત્રી, રાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. પીએમની સાથે ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ પણ હાજર હતા. પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ નામોની જાહેરાત કરી જે અંતરિક્ષમાં જવાના છે. ઈસરોના ગગનયાન મિશન માટે ચાર એસ્ટ્રોનટના નામની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. જેમને અંતરિક્ષમાં મોકલવામાં  આવી રહ્યા છે તે ચારેય અવકાશી તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવવામાં માહેર છે.  


40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જવાના છે - પીએમ મોદી 

ઈસરોની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે સૌ એક ઐતિહાસિક સફરના સાક્ષી બની રહ્યા છીએ. દેશને પહેલીવાર પોતાના ચાર ગગનયાન યાત્રીઓથી પરિચય થયો. આ માત્ર ચાર નામ અને ચાર લોકો નથી, આ 140 કરોડ આકાંક્ષાઓને સ્પેસમાં લઈ જનારી ચાર શક્તિઓ છે. 40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જવાના છે. પરંતુ આ વખતે ટાઈમ પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.