અમદાવાદમાં PM મોદીનો મેગા રોડ શો યોજાયો, લોકો તેમના પ્રિય નેતાની ઝલક જોવા ઉમટી પડ્યા


  • Published By :
  • Published Date : 2022-12-01 20:47:32

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો યોજાયો હતો. તેમણે ગુરુવારે 16 વિધાનસભા મત વિસ્તારોમાં ત્રણ કલાકના મેગા રોડ શો દ્વારા અમદાવાદમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. બીજેપીના જણાવ્યા અનુસાર, આ રોડ શો નરોડા ગામથી શરૂ થયો અને ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારમાં 50 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ અનુપમ બ્રિજ પાસે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. આ પછી શ્યામશિખર ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. પીએમની એક ઝલક માટે મોટી સંખ્યામાં લોકો રોડની બન્ને બાજુએ હાજર રહ્યા હતા.


અમદાવાદના કયા વિસ્તારોમાં યોજાયો રોડ શો?


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો નરોડા ગામથી ચાલુ થયો હતો, અને ચાંદખેડા સુધી પહોંચ્યો હતો. આ રોડ શોના રૂટની વાત કરીએ તો નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ – આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા પહોંચીને આ રોડ શો પૂર્ણ થશે.

 

એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો


પીએમ મોદીના રોડ શોના કારણે શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે વડાપ્રધાનનો કાફલાને એક તરફ થયો હતો અને એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે