PM મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, જાડેજા સાથે હાથ મિલાવ્યો, શમીને ગળે લગાવ્યો, ફોટો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-20 19:26:17

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો હતો. હાર બાદ ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોનું દિલ તૂટી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.


શમીએ ફોટો શેર કર્યો


ભારતીય ટીમની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. મોહમ્મદ શમીએ એક ફોટો પણ શેર કર્યો છે જેમાં તે વડાપ્રધાનને ગળે લગાવીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું, 'દુર્ભાગ્યે ગઈકાલે અમારો દિવસ નહોતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીય પ્રશંસકોનો આભાર માનું છું. હું પીએમનો આભારી છું જેઓ ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા હતા. અમે ફરી પાછા આવીશું.'


જાડેજાએ PMનો માન્યો આભાર


રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટામાં પીએમ જાડેજા સાથે હાથ મિલાવી રહ્યા છે. જાડેજાએ લખ્યું, 'અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ ગઈકાલે અમે હારી ગયા. અમે બધા દુઃખી છીએ, પરંતુ લોકોનો ટેકો અમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. ગઈકાલે PMની ડ્રેસિંગ રૂમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.



સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!

રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.