મતદાન કર્યા પછી PM Modiએ મતદાતાઓને આપ્યો સંદેશ, મતદાતાઓને અપીલ કરતા શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-05-07 08:41:03

દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.. ત્યારે પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું છે. મતદાન કર્યા પછી પીએમ મોદીએ મતદાતાને અપીલ કરી છે. મતદાન આપ્યા બાદ તેમણે કહ્યું કે "ભારતની ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી વ્યવસ્થાપન એ વિશ્વની લોકશાહીઓ પાસેથી શીખવા જેવું ઉદાહરણ છે. વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓએ કેસ સ્ટડી કરવી જોઈએ. લોકશાહીની ઉજવણી થઈ રહી છે... હું ફરીથી દેશવાસીઓને કહું છું કે મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના તહેવારની ઉજવણી કરો..

ક્યાં થઈ રહ્યું છે મતદાન? 

મહત્વનું છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પીએમ મોદી, અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ ગુજરાત આવ્યા છે.. ગુજરાતના કરોડો મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરવાના છે.. દેશની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ છે..  ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14 બેઠકો પર મતદાન થવાનું છે... છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 


કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ આજે નક્કી થશે

મહત્વનું છે કે આ ચૂંટણીમાં અનેક કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ નક્કી થવાનું છે... અમિત શાહ તે ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે, તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના સીટથી લડી રહ્યા છે. મનસુખ માંડવિયા ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય નારાયણ રાણે રત્નાગિરી સિંધુ દુર્ગ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. એસપી સિંહ બેઘલ આગરા સીટથી લડી રહ્યા છે. તે સિવાય પરષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય દેવુસિંહ ચૌહાણ ખેડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય ભગવંત ખુબા બિદર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ઉપરાંત પ્રહલાદ જોષી ધારવાડ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે