PM મોદીએ MPના ઝાબુઆમાં કહ્યું, '2023માં કોંગ્રેસની છુટ્ટી થઈ હતી, 2024ની ચૂંટણીમાં તેનો સફાયો થવો નક્કી છે'


  • Published By :
  • Published Date : 2024-02-11 15:28:44

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાજ્યની 'ફૂડ સબસિડી સ્કીમ' હેઠળ લગભગ બે લાખ મહિલા લાભાર્થીઓને માસિક હપ્તાનું વિતરણ પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો, 2024ની લોકસભા ચૂંટણીમાં તેનો સફાયો થવો નિશ્ચિત છે.


કોંગ્રેસ પર આકરા પ્રહાર

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, 'મધ્યપ્રદેશે પાછલા વર્ષોમાં બે અલગ-અલગ તબક્કા જોયા છે. એક ડબલ એન્જિન સરકારનો યુગ અને બીજો કોંગ્રેસ યુગનો અંધકાર યુગ! યુવાનોને કદાચ યાદ પણ નહીં હોય કે આજે વિકાસના પંથે ઝડપથી દોડી રહેલા મધ્યપ્રદેશની ગણતરી ભાજપ સરકાર પહેલા દેશના સૌથી બિમારૂ રાજ્યોમાં થતી હતી. અમારા માટે આદિવાસી સમાજ મતબેંક નથી પરંતુ દેશના ગૌરવ સમાન છે. તમારું.. સન્માન પણ અને તમારો વિકાસ પણ... આ મોદીની ગેરંટી છે. તમારા સપના, તમારા બાળકોના સપના, યુવાનોના સપના... આ મોદીનો સંકલ્પ છે.



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...