Ram Mandir Pran Prathistha પહેલા PM Modiએ શેર કર્યો ઓડિયો મેસેજ, કહ્યું પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બનવું સૌભાગ્ય છે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-12 11:31:11

22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું. ભક્તોમાં આને લઈ વિશેષ ઉત્સાહ છે. પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એક ઓડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે તે 11 દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે. 

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા

ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. લાખો ભક્તોએ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થશે. અયોધ્યામાં આ ભવ્ય કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ મહોત્સવ પહેલા એક ઓડિયો ક્લીપ બહાર પાડી છે. વડાપ્રધાને જણાવ્યું કે 11 દિવસનો વિશેષ અનુષ્ઠાનની  શરૂઆત તે  કરી રહ્યા છે. પીએમએ કહ્યું કે આ શુભ અવસરના સાક્ષી બનવા માટે તેઓ ભાગ્યશાળી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે આમાં માત્ર 11 દિવસ બાકી છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે.   


11 દિવસ માટે પીએમ મોદી કરવાના છે અનુષ્ઠાન 

વધુમાં તેમણે કહ્યું કે 'એ સપનું જે ઘણી પેઢીઓએ વર્ષોથી તેમના હૃદયમાં રાખ્યું છે. તેની સિદ્ધિ સમયે મને હાજર રહેવાનો મોકો મળી રહ્યો છે. જેમ કે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનની ઉપાસના કરવા માટે આપણે પોતાની અંદર દૈવી ભાવના જાગૃત કરવી પડશે. આ માટે શાસ્ત્રોમાં ઉપવાસ અને કડક નિયમો જણાવવામાં આવ્યા છે. તે મુજબ હું આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું. આ પવિત્ર અવસર પર હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે