Tunnelમાંથી બહાર આવેલા શ્રમિકો સાથે PM Modiએ કરી વાત, પીએમને જણાવ્યો કેવો હતો અનુભવ?


  • Published By :
  • Published Date : 2023-11-29 13:12:52

ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાંથી બહાર નિકળેલા શ્રમિકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરી હતી. ફોન પર તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. શ્રમિકો સાથે પીએમએ વાતચીત કરી તેની પહેલા તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે પણ વાત કરી હતી. શ્રમિકોને ટનલમાંથી કાઢ્યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ જાણકારી મેળવી  હતી. આ ઘટનાને લઈ વડાપ્રધાન મોદી સતત આ અપડેટ લઈ રહ્યા હતા.   મુખ્યમંત્રી પાસેથી આની અપડેટ સતત લેતા હતા.  

પીએમ મોદીએ ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટનલમાંથી બહાર આવેલા 41 મજૂરો સાથે ફોન પર વાત કરી હતી. બચાવ અભિયાનને સફળ બનાવનાર સૈનિકોની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમની બહાદુરી અને નિશ્ચયથી આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન મળ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે. 17 દિવસ શ્રમિકોએ ટનલમાં કેવી રીતે કાઢ્યા તે અંગે પણ પીએમ મોદીએ પૂછ્યું હતું.  


માનવી શક્તિનો કરાયો ઉપયોગ!

હવે આખી ઘટના અને ઓપરેશન જિંદગી પર નજર કરીએ તો ગઈકાલે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અમેરિકાથી આવેલું ઓગર મશીન તૂટી ગયા બાદ રેટ માઈનર્સે બાકીનો કાટમાળ ખોદી કાઢ્યો હતો અને મંગળવારે મોડી સાંજે તમામ કામદારોને પાઇપ વડે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનની દુનિયાભરના મીડિયામાં ચર્ચા થઈ રહી છે. જ્યાં મશીનો નહીં પણ માણસોએ જીત મેળવી છે. અહીં સુરંગ તોડવામાં યાંત્રિક શક્તિ ખલાસ થઈ ગઈ પછી માનવની હિંમત કામમાં આવી. મહત્વનું છે કે બહાર આવ્યા બાદ શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં શ્રમિકોને રાખવામાં આવ્યા છે ત્યાંની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.