અમેરિકાના વિઝા હવે ઘર આંગણે મળશે, અમદાવાદમાં ખુલશે નવું US કોન્સ્યુલેટ


  • Published By :
  • Published Date : 2023-06-22 19:23:03

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. PM મોદી અમેરિકાના પ્રમુખ જો બિડેન સાથે આજે વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે. આ મિટિંગ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મહત્વના કરારો થવાના છે. જો કે આ દરમિયાન અમેરિકા જવા માગતા ગુજરાતીઓ માટે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે અમેરિકા બેંગ્લુરુ, અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) ખોલશે. તે જ રીતે અમેરિકાના લોકો સાથે સંબંધો વધારવા માટે ભારત પણ સિએટલમાં એક મિશન સ્થાપિત કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં અમેરિકા જવા માટે ગુજરાતીઓ અરજી કરે છે.


વિદ્યાર્થીઓને થશે લાભ


અમેરિકાએ ગત વર્ષ ભારતીય વિદ્યાર્થીઓને 12,5000 વિઝા ઈશ્યુ કર્યા હતા. અમેરિકા જવા ઈચ્છુક ભારતીય વિદ્યાર્થીઓએ ગત વર્ષે 20 ટકા વૃદ્ધિની સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો. અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીએ કહ્યું કે અમેરિકા બેંગ્લુરુ અને અમદાવાદમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાનો ઈરાદો ધરાવે છે. આ ઉપરાંત અમેરિકામાં વધુ એક નવું કોન્સ્યુલેટની જાહેરાત કરવા માટે ઉત્સુક છે. અધિકારીએ એમ પણ કહ્યું કે અમેરિકી વિદેશ વિભાગ આ વર્ષના અંતમાં કેટલીક અરજી આધિરિત અસ્થાયી વર્ક વિઝાના ઘરેલૂ રિન્યુઅલ પર નિર્ણય લેવા માટે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતના હાલ પાંચ કોન્સ્યુલેટ છે. આ દૂતાવાસ ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે