PM મોદીએ 9 વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી, જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે ટ્રેન, જાણો કેટલું છે ભાડું


  • Published By :
  • Published Date : 2023-09-24 14:28:50

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 24 સપ્ટેમ્બરે એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.  PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવી ટ્રેનોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ 9 નવી વંદે ભારત ટ્રેનોની ભેટ સાથે દેશના 11 રાજ્યો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુધરશે. આ તમામ ટ્રેનો અલગ-અલગ રૂટ પર દોડશે. નવી વંદે ભારત ટ્રેનોના સંચાલનથી પુરી, મદુરાઈ અને તિરુપતિ જેવા મહત્વના ધાર્મિક સ્થળોને કનેક્ટિવિટી મળશે. આ તમામ વંદે ભારત ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત દોડશે. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થઈ છે. 


PMએ આ 9 ટ્રેનને આપી લીલીઝંડી


વડાપ્રધાન મોદી આજે 9 વંદે ભારતને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થશે. ત્યારે આજે જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા, વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી. આ ટ્રેનો 11 રાજ્યોના ધાર્મિક અને પર્યટન સ્થળોને જોડશે, જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે.


ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ


આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. આ નવી વંદે ભારત ટ્રેન જામનગરથી (jamnagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડશે  આ વંદે ભારત ટ્રેન વહેલી સવારે 5:30 વાગ્યે જામનગરથી ઉપડશે અને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામથી સાબરમતિ રેલવે સ્ટેશને 10:10 કલાકે પહોંચશે. તેમજ સાંજે 6 વાગ્યે અમદાવાદ સાબરમતીથી ઉપડશે અને રાત્રે 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આ ટ્રેન શરુ થવાથી મુસાફરોના સમયમાં બચત થશે, માત્ર ચાર કલાકમાં જામનગરથી અમદાવાદ પહોંચી જવાશે. અમદાવાદ- જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે, જેમાં જામનગરથી બુધવાર સિવાય અને અમદાવાદથી મંગળવાર સિવાય 6 દિવસ નિર્ધારિત સમય પર દોડશે. આ વંદે ભારત ટ્રેનમાં કુલ 8 કોચ હશે.


કેટલું છે ભાડું?


નવી વંદે ભારત ટ્રેન જામનગરથી (jamnagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડશે. તેના ભાડાના દર પર એક નજર કરીએ તો ચેર કલાસ અને એક્ઝિક્યુટિવ કલાસના ભાડાનો દર આ પ્રમાણે છે.


જામનગરથી અમદાવાદ માટે રૂ. 955થી રૂ.1790

રાજકોટથી અમદાવાદ માટે રૂ.810થી રૂ.1510

વાંકાનેરથી અમદાવાદ માટે રૂ.740થી રૂ.1370

સુરેન્દ્રનગરથી અમદાવાદ માટે રૂ.610થી રૂ.1110

વિરમગામથી અમદાવાદ માટે રૂ.440થી રૂ.825



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે