Gujaratના પ્રવાસે આવ્યા PM Modi, મા અંબાના દર્શન કરી પ્રવાસની કરી શરૂઆત! અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2023-10-30 13:14:31

પીએમ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. ગુજરાતની મુલાકાત દરમિયાન કરોડોની ભેટ ગુજરાતને આપવાના છે. અનેક કાર્યોનું ઉદ્ધાટન તેમજ શિલાન્યાસ કરવાના છે. જનસંબોધન પણ કરવાના છે. આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી પરેડમાં તેઓ ભાગ લેવાના છે. આ બધું કરે તે પહેલા પીએમ રેન્દ્ર મોદી માં અંબાના શરણે પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી માતાજીના ઉપાસક છે. ત્યારે આજે ગુજરાતમાં આવી પહેલા તેઓ શક્તિ પીઠ અંબાજી પહોંચ્યા અને માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું છે. શક્તિપીઠ અંબાજીમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી જ્યારે અંબાજી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું અભિવાદન ઝીલવા મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 

   

શક્તિપીઠ અંબાજીથી પીએમ મોદીએ પ્રવાસની કરી શરૂઆત 

ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવ્યા છે. બે દિવસ તેઓ ગુજરાતમાં રહેવાના છે. આ સમય દરમિયાન ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. રાજ્યને અંદાજીત 6 હજાર કરોડના વિકાસકામોની સોગાદ મળવાની છે. ગુજરાતમાં રૂપિયા 5,941 કરોડના વિવિધ કાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાશે. પીએમ મોદીએ પોતાના પ્રવાસની શરૂઆત શક્તિપીઠ અંબાજીથી કરી છે. 


પીએમના હસ્તે થશે અનેક કાર્યોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ

પીએમ મોદી જ્યારે જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે ત્યારે તેઓ હીરા બાને મળવા જતા હતા. પરંતુ હીરાબા હવે આપણી વચ્ચે નથી. ત્યારે પીએમ મોદી જગત જનની મા અંબાને મળવા પહોંચ્યા છે. પીએમ મોદી શક્તિના ઉપાસક છે. માં અંબાની સમક્ષ શીશ ઝુકાવી તેઓ પોતાનો આગળના કાર્યક્રમ તરફ અગ્રેસર થશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજાશે. ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંશધાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે