ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ મોંઘવારીને લઈ આપ્યું નિવેદન, કહ્યું જો તેમની સરકાર ન હોત તો...


  • Published By :
  • Published Date : 2023-07-28 13:54:19

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતો જઈ રહ્યું છે. અનેક જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જ્યારે કોઈ જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય છે ત્યારે તે સમાચારોમાં હેડલાઈન્સ બની જતું હોય છે. આજે પેટ્રોલમાં ભાવમાં આટલા રૂપિયાનો વધારો, ખાદ્યતેલના ભાવમાં આટલા ભાવનો વધારો વગેરે વગેરે... આપણા માટે મોંઘવારી સતત વધતી જઈ રહી છે ત્યારે પીએમ મોદીનું નિવેદન હાલ ચર્ચામાં છે. જેમાં તે ગણાવી રહ્યા છે કે જો તેમની સરકાર કેન્દ્રમાં ન હોત તો દૂધ આટલા રૂપિયે લીટરે મળત, લોટ આટલા રૂપિયે કિલોએ મળે વગેરે વગેરે...

જો તેમની સરકાર ન હોત તો... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે તેઓ રાજકોટમાં સંબોધન કરી રહ્યા હતા. પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને તેમણે ગણાવ્યા, રાજકોટવાસીઓના વખાણ તેમણે કર્યા. પરંતુ પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જો કે અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂઘ 300 રુપિયા અને દાળ 500 રુપિયે કિલો મળત, પરંતુ મિત્રો.. આ અમારી સરકાર છે. જેણે મોંઘવારી કંટ્રોલમાં રાખી છે. આજે દરેક ભારતીય દર મહિને 20 જીબી ડેટા ઉપયોગ કરે છે. 2014માં એક જીબી ડેટા ઉપયોગ કરતો હતો.  


પોતાના સંબોધનમાં તેમણે INDIAની પણ કરી વાત 

મહત્વનું છે કે આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ કાર્યક્રમમાં જાણે પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે INDIA તેમજ NDAનો ઉલ્લેખ કર્યો હતો. દરેક ચૂંટણી આપણને એક સ્તરથી નીચે લઈ જતી હોઈએ. મહત્વનું છે કે શું વડાપ્રધાન મોદી સુધી મધ્યમ પરિવારનો અવાજ નથી પહોંચતો? એક તરફ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી બળતાં ઘી હોમાયું હોય તેવું લાગી રહ્યું છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે