PM મોદી આવતી કાલે કરશે PMAY મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, વર્ચ્યુઅલી લાભાર્થીઓ સાથે કરશે સંવાદ


  • Published By :
  • Published Date : 2024-02-09 21:01:02

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે 10 ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન આ પ્રસંગે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરવાના છે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત  લોકસભા સાંસદ સી.આર. પાટિલ, લોકસભા સાંસદ  પરબત પટેલ, ભરતસિંહ ડાભી અને રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઇ પણ ઉપસ્થિત રહેશે. 


કુલ 9.61 લાખ આવાસો મંજૂર


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 13.42 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 8.28 લાખ આવાસો, તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 5.14 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ 7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, તેની સામે અત્યાર સુધીમાં કુલ 9.61 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે અને આ મંજૂર થયેલ આવાસોમાંથી 8.28 લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવા 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામાં આવી હતી.


વર્ષ 2024-25 માટે 65,000થી વધુ આવાસોનું લક્ષ્યાંક


પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ચાલું નાણાકીય વર્ષ 2023-24 માટે 1 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 65,000થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 5.96 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે. 



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....