Gujaratના પ્રવાસે આવશે PM Modi, આટલા કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ, જાણો પીએમનો સંપૂર્ણ કાર્યક્રમ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-26 13:57:01

ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આજે આવવાના છે. બે દિવસના પ્રવાસ માટે આવી રહ્યા છે. 26 અને 27 સપ્ટેમ્બરના દિવસે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે એટલે 26 સપ્ટેમ્બરે અમદાવાદના એરર્પોટ પર તેમનું આગમન થશે. માહિતી અનુસાર બે હજાર મહિલાઓ દ્વારા PMનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમદાવાદ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપવાના છે. તે બાદ  27 સપ્ટેમ્બર પીએમ બોડેલી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. વાઈબ્રન્ટ સમિટની 20 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. તે ઉપરાંત બોડેલીમાં 5200 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. રાજભવન ખાતે વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ કરવાના છે. 


નદી પર બનાવવામાં આવેલા પુલનું કરશે લોકાર્પણ 

વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં ઓદરા-  ડભોઇ સિનોર-માલસર આસા રોડપર નર્મદા નદી પર બાંધવામાં આવેલા નવા પુલનું લોકાર્પણ કરશે ઉપરાંત દાહોદમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ, વડોદરામાં આર્થિક નબળા વર્ગ માટે 400 મકાનોનું લોકાર્પણ કરશે. ગુજરાતના 7500 ગામોમાં વિલેજ વાઇ-ફાઇ પ્રોજેક્ટ તેમજ દાહોદ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલય રાષ્ટ્રને સમર્પિત કરશે. 


4500 કરોડના વિવિધ પ્રોજેક્ટનું પીએમ મોદી શિલાન્યાસ કરશે 

તે ઉપરાંત છોટા ઉદેપુરના બોડેલી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. આ સમારોહમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળે તે માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ નવા ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટીમ લેબનું લોકાર્પણ કરશે. પીએમ મોદી છોટા ઉદેપુરમાં પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ પણ કરશે. 



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..