Navratriને લઈ PM Modiએ લખ્યો ગરબો! આ સિંગરે ગરબાને કર્યો સ્વરબદ્ધ, સાંભળો પીએમ મોદીએ લખેલા ગરબાને...


  • Published By :
  • Published Date : 2023-10-14 13:54:22

નવરાત્રી એટલે શક્તિની આરાધના કરવાનો પર્વ. આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. આ નવરાત્રી દરમિયાન ગરબા કરવા માટે ખેલૈયાઓ ઉત્સુક હોય છે. ગરબાને લઈ વિશેષ આયોજનો કરવામાં આવે છે. અલગ અલગ ગરબાઓ પર ખેલૈયાઓ રમતા હોય છે. ત્યારે પીએમ મોદી દ્વારા લખાયેલો ગરબો પણ આ નવરાત્રીમાં સાંભળવા મળી શકે છે. પીએમ મોદીએ વર્ષો પહેલા ગરબો લખ્યો હતો જેને અવાજ સિંગર ધ્વની ભાનુશાલીએ આપ્યો છે. નવરાત્રીના અવસરે પીએમ મોદીએ એક ગરબો લખ્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરી ગરબાનો વીડિયો શેર કર્યો છે. 

પીએમ મોદીએ લખેલા ગરબાને સ્વર આપ્યો ધ્વની ભાનુશાળીએ!

પીએમ મોદીમાં અનેક પ્રતિભાઓ છૂપાયેલી છે. અનેક વખત પીએમ મોદીનો અલગ અંદાજ જોવા મળતો હોય છે. ત્યારે પીએમ મોદીએ નવરાત્રીને ધ્યાનમાં રાખી એક ગરબો લખ્યો છે જેનો વીડિયો તેમણે શેર કર્યો છે. ગુજરાતમાં નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે પીએમ મોદીએ નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખી એક ગરબો લખ્યો હતો. આ ગરબામાં અવાજ ધ્વની ભાનુશાલીએ આપ્યો છે જ્યારે મ્યુઝિક તનિષ્ક બાહચીએ આપ્યું છે. પીએમ મોદીએ લખેલો ગરબાનો વીડિયો શેર કર્યો છે અને તેમનો આભાર માન્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે