દેશભરની પોલીસ માટે હોય એક જ યુનિફોર્મ: PM મોદી


  • Published By :
  • Published Date : 2022-10-28 15:39:32

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પોલીસ માટે એક જ યુનિફોર્મની હિમાયત કરી છે, PM મોદી આજે શુક્રવારે દેશના તમામ રાજ્યોના ગૃહમંત્રીઓ માટે યોજાયેલી 2 દિવસની ચિંતન શિબિરને વીડિયો કોન્ફ્રેંન્સના માધ્યમથી સંબોધી હતી.આ પ્રસંગે તેમણે કહ્યું  કે એક દેશ, એક વરદી હોવી જોઈએ. તે ઉપરાંત તેમણે પોલીસને સલાહ આપી હતી કે લોકોના મનમાં પોલીસ માટે સારી ધારણા બની રહે તે જરૂરી છે.     


પોલીસની ઓળખ છે એક જ યુનિફોર્મ


પીએમ મોદીએ તમામ ગૃહમંત્રીઓને સંબોધતા કહ્યું કે "પોલીસ માટે એક રાષ્ટ્ર, એક વરદી એ માત્ર વિચાર છે. હું આ વિચાર તમારા પર થોપવાનો પ્રયાસ નથી કરતો પણ આ અંગે વિચારો, આ 5, 50 કે 100 વર્ષમાં પણ થઈ શકે છે. પરંતું આપણે આ અંગે ચોક્કસ વિચારવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે મારૂ માનવું છે કે દેશભરમાં પોલીસની ઓળખ એક જેવી જ હોવી જોઈએ".


રાજ્યોને સાથે મળીને કામ કરવાની સલાહ


પ્રધાનમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોને સાથે મળી કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાનો સીધો સંબંધ વિકાસ છે. તેથી શાંતિ જાળવી રાખવાની જવાબદારી તમામ રાજ્યોની છે. દરેક રાજ્યએ એકબીજામાંથી શિખવું  જોઈએ અને પ્રેરણા લેવી જોઈએ તથા આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોએ સાથે મળીને કામ કરવું જોઈએ. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.