ભાજપે રમઝાનમાં જાહેર કર્યો "સોગાત-એ-મોદી" કાર્યક્રમ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 18:51:19

ભારતીય જનતા પાર્ટીએ હાલમાં એક જાહેરાત કરી છે કે ,આ રમજાન ઈદ પર સોગાત-એ-મોદી નામના અભિયાન અંતર્ગત દેશભરના ગરીબ મુસ્લિમ પરિવારોને અનાજ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે . ભાજપ એવું કહે છે કે , આ યોજના મુસ્લિમો પ્રત્યે સદભાવના બતાવવા માટે છે. હવે ગુજરાત રાજ્યના ભાજપના એક્મે આ ઈદ પર ગુજરાતના ૨.૫ લાખ મુસ્લિમ પરિવારોમાં અનાજ અને મીઠાઈઓ વેચવાનું જાહેર કર્યું છે .  ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે સોગાત-એ-મોદી નામનું અભિયાન શરુ કર્યું છે . આ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં ૩૨ લાખ ગરીબ મુસ્લિમોને રમજાનના આ પવિત્ર માસમાં એક કીટ વહેંચવામાં આવશે . આ કીટમાં પુરુષો માટે કુર્તો - પાયજામા સાથે જ ખાવાની સામગ્રીઓનો સમાવેશ થાય છે . આ ભેટ આપવામાં આવી રહી છે "સોગાત-એ-મોદી"ના નામથી . ૨૫ માર્ચથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે . આ અભિયાનની શરૂઆત સાઉથઇસ્ટ દિલ્લીના નિઝામુદ્દીનથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરાવવામાં હતી. 

saugat e modi - लेडी सूट का कपड़ा-सेवइयां, दूध-चीनी, ड्राई फ्रूट... ईद पर  बंट रहे 'सौगात-ए-मोदी' किट में क्या-क्या है? - narendra modi government  what is saugat e modi kit ...

મુસ્લિમ બિરાદરોમાં આ કીટ વહેંચવાની જવાબદારી ભાજપના લઘુમતી મોરચાને સોંપાઈ છે.  વાત કરીએ ગુજરાત રાજ્યની તો , ગુજરાતમાં પણ આ રીતે ઈદના દિવસે ૨.૫ લાખ મુસ્લિમ પરિવારોમાં અનાજ અને મીઠાઈઓ વહેંચવામાં આવશે . આટલુંજ નહિ દર દિવાળી અને ગુજરાતી બેસતા વર્ષે જેમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે તેમ આ ઈદ પર પણ સ્નેહમિલન સમારોહ યોજાશે . આ સ્નેહમિલન કાર્યક્રમ બીજેપીના લઘુમતી સમાજના હોદ્દેદારો મહાનગરમાં વોર્ડ તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે યોજાશે . આ સ્નેહમિલન સમારોહમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે . વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો થોડાક સમયથી બીજેપી લઘુમતી સમાજમાં પોતાના પ્રભાવને વધારવા કામ કરી રહી છે . જેમ કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર , ૨૦૨૪માં ન્યુ દિલ્હી ખાતે ક્રિસ્મસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લીધો હતો .  આ પછી પીએમ મોદી સૂફી મ્યુઝિક ફેસ્ટિવલ જશ્ને ખુસરોમાં ભાગ લેવા ગયા હતા . વાત કરીએ ગુજરાતની તો , થોડા સમય પેહલા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી તેમાં બીજેપીએ ૧૦૩ મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા હતા તેમાંથી ૨૨ બિનહરીફ સહીત ૭૬ ઉમેદવારો વિજેતા બન્યા હતા . આ પૈકી ૪ મુસ્લિમ નગર સેવકોને ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા છે . હવે એ તો ભવિષ્યના ગર્ભમાં છે કે , ભાજપનું આ મુસ્લિમ તુષ્ટિકરણ તેને કેટલી ચૂંટણીઓ જીતાડી શકે છે .



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે