'સવાયા કચ્છી' નમોનું સ્વપ્ન, જેનાથી બરબાદ થયું કચ્છ તેની સ્મૃતિથી થશે આબાદ!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 12:38:38

રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી આજે કચ્છની પહોંચ્યા છે. ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં અનેક લોકો ઉમટી પડ્યા હતા. પીએમ મોદીએ કચ્છના ભુજિયા ડુંગરમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 400 કરોડ રૂપિયાના ખર્ચે 470 એકરમાં તૈયાર કરાયેલું ભૂકંપ સ્મૃતિવન પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. આ વિશાળ મ્યૂઝિયમની રસપ્રદ વિગત અહીં રજૂ કરવામાં આવી છે.



કેવું છે ભૂકંપ સ્મૃતિવન?


કચ્છના ભુજિયા ડુંગરમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે 470 એકરમાં નિર્માણ થયેલું સ્મૃતિવન દેશનું સૌ પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક છે. આ મ્યૂઝિયમની દિવાલો અને ફ્લોઅરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.10 વર્ષની મહેનતના અંતે આ વિશ્વકક્ષાનું મ્યૂઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે.


લોકોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે માટે આ ભુકંપ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. મ્યૂઝિયમમાં કુલ 7 બ્લોક છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં રજૂ કરવામાં આવી છે. મ્યૂઝિયમાં 2001માં કચ્છના આવેલા વિનાશકારી ભૂકંપની અનુભૂતિ કરાવવવા માટે એક થિયેટરનું તૈયાર કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે, અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે.


આ મ્યૂઝિયમમાં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી ગુજરાતની કળા અને સંસ્કૃતિ , વાવાઝોડાનું વિજ્ઞાન , રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના કચ્છનો વિકાસ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે.અહીં 50 ઓડિયો વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે..પુનઃસ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ધરતીકંપમો ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે.. વર્ષ 2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે. એની સાથે અહીં અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, 35 ચેકડેમ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેશે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .