વડોદરાની મુલાકાતે ભારત અને સ્પેનના PM, ટાટા કંપનીના પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, અહીંયા બનશે C295 વિમાન...


  • Published By :
  • Published Date : 2024-10-28 11:19:34

સ્પેનના વડાપ્રધામ પેડ્રો સાંચેઝ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે... સ્પેનના પીએમનો આ પ્રવાસ ખૂબ આવશ્યક માનવામાં આવી રહ્યા છે.. વડોદરા ખાતે બંને દેશના પીએમ આવ્યા છે અને ટાટા એરફ્રાફ્ટનું ઉદ્ધાટન કર્યું છે... તે પહેલા બંને દેશના વડાપ્રધાનોએ ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો. બંને દેશોના પીએમને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા..... 

એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું કર્યું ઉદ્ધાટન

સ્પેનના સહયોગથી ભારતમાં સૈન્ય પરિવહન વિમાનનું નિર્માણ કરવામાં આવશે. વડોદરાના પ્લાન્ટમાં મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવાશે જેમાં સ્પેનની એરબસ દ્વારા ટાટા સાથે મળીને આ પ્રોજેક્ટ તૈયાર કરશે. પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતું. તે ઉપરાંત ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સની બન્ને દેશના વડાપ્રધાને મુલાકાત લીધી હતી..

 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.