જામનગરના દરેડમાં PNBની બ્રાંચના લેડીઝ વોશ રુમમાંથી ઝડપાયો સ્પાઈ કેમેરો, ઈન્ચાર્જ મેનેજર સામે નોંધાઈ FIR


  • Published By :
  • Published Date : 2023-08-15 20:37:23

મહિલાઓની જાસુસી કરવા માટે કે તેમના અવરજવરના સ્થળોએ છુપા કેમેરા ઈન્સ્ટોલ કરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. વિકૃત મગજના લોકો લેડિઝ વોશ રૂમમાં સ્પાઈ કેમેરા લગાવતા પણ શરમાતા નથી.જામનગર નજીક દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક શાખાનાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળી આવતાં હડકંપ મચી ગયો છે.  દરેડમાં પંજાબ નેશનલ બેંકની શાખામાં તો ઈન્ચાર્જ મેનેજરે જ મહિલાઓના વોશરૂમમાં સ્પાઈ કેમેરા લગાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 


PNBની મહિલા કર્મચારીએ નોંધાવી ફરિયાદ


જામનગર નજીક દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક શાખાનાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. PNBની મહિલા કર્મચારીએ આ મામલે પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેંકનાં ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.PNBની આ શાખા દરેડ ઉદ્યોગનગર ફેઈઝ થ્રીમાં મહાવીર સર્કલ નજીક આવેલી છે. આ બેંકમાં નોકરી કરતાં બિહારનાં વતની અને બેંકના કર્મચારી મધુલતા કુમારીએ આ સ્પાય કેમેરા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલા કર્મચારી મધુલતા કુમારી 10 ઓગસ્ટના રોજ બપોરે લેડીઝ વોશરૂમમાં ગયા ત્યારે વોશરૂમમાં સ્પાય કેમેરો સેટ કરવામાં આવ્યો હોવાનું તેઓનાં ધ્યાનમાં આવ્યું હતું. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બેંકશાખાનાં ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈનીએ આ કૃત્ય કર્યું છે. ફરિયાદી મહિલાનાં ગુપ્ત ફોટો કે વીડિયો મેળવી લેવા મેનેજરે આ કૃત્ય આચર્યું હોવાના આરોપ થયા છે. આ મહિલાની ફરિયાદનાં આધારે પોલીસે મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરતા સ્પાઈ કેમેરો કબજે કર્યો છે અને તપાસ માટે FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. 


ઇન્ચાર્જ મેનેજર ફરાર


મહિલા કર્મચારીએ પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 354(સી) મુજબ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતાં જ આરોપી ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની ફરાર થઇ ચુક્યો છે. ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની મૂળ હરિયાણાનો વતની છે. અખિલેશ સૈનીએ જ 7 ઓગસ્ટના રોજ મહિલા વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. બેંકના મેનેજર રજા પર હોઈ, તેના ચાર્જમાં અખિલેશ સૈની હતો, જેથી મહિલા કર્મચારીએ આ બાબતે અખિલેશ સૈનીને વાત કરી HRD હેડને વાત કરવાનું કહ્યું હતું. જો કે તેણે કોઈ કાર્યવાહી કરી નહોંતી. બેંકની મહિલા કર્મચારીઓના વીડિયો અને ફોટો લેવાના બદઈરાદાથી અખિલેશ સૈનીએ મહિલાઓના વોશરૂમમાં કેમેરો લગાવ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે