Rajkotમાં વાયરલ થઈ કવિતા, ભાજપમાં અસંતોષની લાગણી ચરમસીમાએ! કવિતારૂપે પ્રગટ થયો અસંતોષ


  • Published By :
  • Published Date : 2023-08-24 16:39:59

ભાજપમાં ચાલતા આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા પત્રિકા કાંડ સામે આવ્યો હતો. ત્યારે હવે કવિતા કાંડ સામે આવ્યો છે. કથિત કવિતાના માધ્યમથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ છે જેમાં ભાજપથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં આ કવિતા ફરતી થવાથી ખડબળાટ  મચી ગયો છે. રાજકારણ ગરમાયું છે. કવિતામાં જી હજૂરીયા અને સગાવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનો ઉલ્લેખ છે. ઉપરાંત એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.



ભાજપમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમાએ!

થોડા સમય પહેલા પત્રિકાકાંડ સામે આવ્યો હતો. ભાજપના જ નેતાઓ  ભાજપના નેતા વિરૂદ્ધ ષડયંત્ર ઘડી રહ્યા છે. હજી પત્રિકા કાંડની ચર્ચાઓ શાંત થઈ નથી તો હવે કવિતાકાંડની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા ફરતી થઈ છે જેને કારણે રાજકારણ ગરમાયું છે. જે કવિતા ફરતી થઈ ગઈ છે તેમાં દીનદયાળના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે ભાજપથી જે ઘટનાઓ સામે આવી રહી છે તે પહેલા ક્યારેય નથી બની. થોડા સમય પહેલા જામનગરમાં સાંસદ, ધારાસભ્ય તેમજ મેયર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે કવિતા વાયરલ થઈ રહી છે તેમાં કાર્યકરનો અસંતોષ ઉભરાઈને બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે.  



જે કવિતા વાયરલ થઈ રહી છે તેના શબ્દો આ પ્રમાણે છે... 


કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં

જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..

નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.

કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..

અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો

જ્યારે મહાદેવને પગે લાગતા..

આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.

જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..

જૂનું થઇ ગયું... સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..

જૂનું થઇ ગયું... આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય ક.........(અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય.. 

જૂનું થઇ ગયું...પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..

સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામતી જાય છે..



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે