થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસ એલર્ટ, રતનપુર ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ, અમદાવાદમાં બાજ નજર


  • Published By :
  • Published Date : 2022-12-27 20:28:29

વર્ષ 2022નો અંતિમ દિવસ એટલે થર્ટી ફર્સ્ટ, 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ ગુજરાતમાં દારુ-ડ્રગ્સ સહિતની બદી રોકવા માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી રાજ્યના અનેક સ્થળોએ નાની મોટી પાર્ટી યોજાતી હોય છે અને તેમાં નશાબંધીના લીરેલીરા ઉડતા જોવા મળે છે. ગુજરાતના તમામ પાડોશી રાજ્યોની સરહદે પોલીસ ઠેર ઠેર ચેકીંગ કરી રહી છે. જો કે સૌથી સતર્કતા અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પણ સમગ્ર જિલ્લાને જોડતી રાજસ્થાન સરહદની રતનપુર સહિતની તમામ ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.


રતનપુર ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક


ગુજરાતના બુટલેગરો માટે  માટે શામળાજી નજીકની રતનપુર ચેકપોસ્ટ, બોબીમાતા, મેઘરજની કાલીયા કુવા ઉંડાવા સહિતની ચેકપોસ્ટ સ્વર્ગ સમાન છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી આવતા તમામ નાના મોટા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા વાહનોમાં આવતા મુસાફરો તેમજ તેમાં ભરેલા માલસામાનની તપાસ કરવામાં આવી રહી છે. દારૂના બુટલેગરો માટે દારૂ ઘૂસાડવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતી આ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ઘી ક્લોક ચોવીસ કલાક વાહનોનું સઘન ચેકીંગ કરી સતર્કતા રખાઈ રહી છે તેમજ રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રખાઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજસ્થાનની રતનપુર ચેક પોસ્ટ ઉપરથી પોલીસ દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપવામાં આવે છે 


અમદાવાદ પોલીસ પણ એક્સનમાં


31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 10,000 જેટલા પોલીસ જવાનો 4000 હોમગાર્ડ અને 15 જેટલી એસઆરપીની ટુકડી સુરક્ષામાં જોડાશે.  ઉજવણી માટે ફેવરેટ ગણાતા એવા સીજી રોડ, એસજી હાઇવે રીંગ રોડ રિવરફ્રન્ટ અટલબ્રીજ વગેરે જેવા મહત્વના સ્થાનો પર પોલીસ ખાસ નજર બનાવી રાખશે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ફેવરેટ ગણાતા એવા સીજી રોડ, એસજી હાઇવે રીંગ રોડ રિવરફ્રન્ટ, અટલબ્રીજ વગેરે મહત્વના સ્થાનો પર પોલીસ ખાસ નજર રાખશે. 


પોલીસ આધુનિક ઉપકરણોથી તપાસ કરશે


પોલીસ સુરક્ષા માટે બ્રિથ એનેલાઈઝર સિસ્ટમ અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટની મદદથી નશીલો પદાર્થ સેવન કરનાર લોકોની તપાસ પણ કરી શકશે. સાથે સાથે પોલીસ બૉડી વોર્ન કેમેરા અને ડ્રોનની મદદથી સુરક્ષાનું ધ્યાન રાખશે. પોલીસ અને મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં પણ અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખશે. અલગ અલગ ડ્રાઈવ ચાલે છે. નવા વર્ષેની ઉજવણી પહેલા અમદાવાદ શહેર પોલીસ પ્રોહિબીશન ડ્રાઈવ ચલાવી રહી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.