સિંધુ ભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડનાર યુવકોની પોલીસે કરી ધરપકડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-26 17:46:57

દિવાળીનો તહેવાર ઘરે પરિવાર સાથે આનંદથી મનાવવામાં આવતો હોય છે. પરિવારના તમામ લોકો એક સાથે હળી-મળીને દિવડા સળગાવી અને ફટાકડા ફોડી આનંદથી તહેવાર મનાવતા હોય છે. પરંતુ દિવાળીમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર નવી જ રીતે દિવાળી ઉજવવાનો ચીલો અમુક નબીરાઓએ ચીતર્યો છે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે જેમાં પોલીસે 9 યુવકોની ધરપકડ કરી છે.

 

સરખેજ પોલીસે નબીરાઓ વિરૂદ્ધ કરી કાર્યવાહી

સિંધુ ભવન રોડ પર ફટાકડા ફોડનાર નબીરો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. સરખેજ પોલીસે હર્ષદ ગરંભા, હિતેશ ઠાકોર, સાહિલ કુરેશી, અસદ મેમણ, સમીર શેખ સહિત તેમજ અન્ય 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે યુવકો પર પોલીસે સકંજો કસ્યો છે ઉપરાંત વીડિયોમાં દેખાતી ગાડીને પણ પોતાના કબજામાં લીધી છે.

 કયો વીડિયો થયો હતો વાયરલ

અમદાવાદમાં સિંધુ ભવન રોડ આવેલો છે. તાજ હોટલ નજીક રાત્રિના સમયમાં અમુક નબીરાનો જાહેરમાં ગાડી પર ફટાકડા ફોડતો અને રસ્તા પરથી પસાર થતા લોકોને હેરાન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોની અંદર આવારા લુખ્ખા તત્વો જાહેરમાં ફટાકડા ફોડી રહ્યા છે અને રસ્તો બ્લોક કરી રહ્યા છે તેવું નજરે પડે છે. એવું લાગી રહ્યું છે કે આ લોકોને પોલીસનો ડર નહીં હોય. રોડ પર આવી રીતે ફટાકડા ફોડાતા વાહન પર જતા લોકોને પણ જીવનું જોખમ સર્જાતું હોય છે. 



ગુજરાત લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ ગઈકાલે હતો. 26 બેઠકો માટે 544 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેવી માહિતી સામે આવી છે. 22 એપ્રિલ બાદ ચિત્ર સ્પષ્ટ થશે કારણ કે ત્યાં સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાય છે...

દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.