Social Media પર પોલીસ બની એક્ટિવ! સ્ટંટ કરનારા લોકો વિરૂદ્ધ થઈ રહી છે કાર્યવાહી, જુઓ હવે પોલીસે કોને પાઠ ભણાવ્યો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-10 11:38:06

રસ્તા પર સ્ટંટ કરી રીલ ઉતારવી જાણે આજકાલના જનરેશનની ફેશન બની ગઈ છે તેવું લાગે છે. સોશિયલ મીડિયામાં લાઈક મેળવવાના ચક્કરમાં આવા લોકો અન્ય લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે. સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો આપણને જોવા મળતા હોય છે. જ્યારે આવી સ્ટંટવાળી રીલ આપણે જોઈએ ત્યારે થાય કે આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આજકાલ પોલીસ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ધ્યાન પોલીસ રાખતી હોય તેવું લાગી રહ્યું છે. સ્ટંટ કરી નિયમો તોડનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટથી એક ટ્વિટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતા પોલીસ વિભાગે આવા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. બીફોર અને આફટર વાળો વીડિયો શેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર રોલા પાડવા લોકો કરતા હોય છે સ્ટંટ!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે તે આપણે જાણીએ છીએ. પ્રતિદિન અનેક લોકો મોતને ભેટે છે. કોઈ વખત પોતાની ભૂલને કારણે અને કોઈ વખત બીજાની ભૂલને કારણે અકસ્માત સર્જાય છે. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવી વાત અનેક વખત કરવામાં આવે છે, નિયમોનું પાલન કરવુંએ આપણી ફરજ પણ છે. રસ્તા પર અનેક લોકો સ્ટંટ કરતા દેખાતા હોય છે. રસ્તા પર રોલા પાડવા માટે રસ્તો બનાવ્યો હોય તેમ બેફામ બની લોકો રસ્તા પર સ્ટંટ કરતા દેખાતા હોય છે.


સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગુજરાતની પોલીસ!

આજકાલ અનેક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોના માધ્યમથી પોલીસ કાયદો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. ઘણા સમય પહેલા એક સમાચાર આવ્યા હતા કે રસ્તા પર ડાન્સ કરી રહેલા લોકોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત આવી કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રીક્ષા વાળો બેફામ બની અને બેદરકાર બની રીક્ષા ચલાવી રહ્યો હતો. એવા એવા સ્ટંટ કરતો હતો જેને જોઈ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. રીક્ષામાં ડ્રાઈવર એક માત્ર ન હતો તેની સાથે બીજા પણ લોકો હતા જે પણ આવા સ્ટંટની મજા માણી રહ્યા હતા. 

આવા સ્ટંટ કરી બીજા લોકોના જીવને મૂકીએ છીએ સંકટમાં!  

મહત્વનું છે કે આજકાલ લોકો બેફામ બનીને વાહન ચલાવતા હોય છે. તેમને પોતાના જીવની પરવાહ તો નથી હોતી પરંતુ તે બીજાના જીવને જોખમમાં નાખતા પહેલા પણ નથી વિચારતા. આવા સ્ટંટ કરતા આપણે અટકીએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તેવી આશા રાખીએ છીએ. કારણ કે આપણી સુરક્ષા આપણા હાથમાં..! આપણે કોઈના જીવને બચાવી ના શકીએ તો કંઈ નહીં પરંતુ આપણા કારણે કોઈ બીજાના જીવ જોખમમાં ના મૂકાય તે વાતનું ધ્યાન તો આપણે રાખી શકીએને...!      એક વીડિયો સામે આવ્યો છે સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે જેમાં રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઈને જવું પડે છે. અંદાજીત ત્રણ કિલોમીટર સુધી ઝોળીમાં દર્દીને લઈ જવા પડે છે અને તે બાદ એમ્બ્યુલન્સ પાસે પહોંચાય છે. બે સાંસદો હોવા છતાંય રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચાડી શક્યા! રોડ બનાવવા માટે સ્થાનિકો ઉગ્ર માગ કરી રહ્યા છે.

રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સાયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. તેમના પુત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આવતી કાલે તેમના અંતિમ સંસ્કાર થશે તેવી માહિતી સામે આવી છે.

એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મી નશાની હાલતમાં જોવા મળે છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસકર્મી ગાડીની આગળની સિટ પર ઉંઘી રહ્યા છે અને તે નશાની હાલતમાં છે. અને પાછળની સીટ પરથી દારૂની બોટલ મૂકેલી દેખાય છે.

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થયો હતો. કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે ઠંડી જ્યારે વિદાય લઈ રહી છે ત્યારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે.