ગુજરાત પોલીસને પોતાનું કામ કરવાની મનાઈ છે, સત્તાધિશોને અભિમાન ચઢ્યું છે કે અમને રોકવાની કોઈની તાકાત ના હોવી જોઈએ !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:29:14

સત્તા છે તો કાયદાને પગની નીચે કચડી નાખશો?


વડોદરામા માંજલપુરમાં એક ડાયરાનું આયોજન થયું હતું, ડાયરાનું નામ હતું માં-બાપને ભુલશો નહીં, કાર્યક્રમમાં મોટા-મોટા સંતો, ભાજપના નેતા બધા હાજર હતા, ભાજપના જ એક કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડનું આ આયોજન હતું, પણ આયોજન માટે કોઈ જ આગોતરી પરવાનગી ના લેવાતા માંજલપુર પી.આઈ વિજય દેસાઈ ત્યાં પહોંચ્યા અને સ્ટેજ પર જઈને માઈકમાં કહી દીધું કે પરવાનગી નથી એટલે કાર્યક્રમ આગળ નહીં થઈ શકે. સ્ટેજ પર રહેલા લોકોને પણ મંચ છોડી દેવાનું કહી દીધું. પણ તરત જ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના આદેશ છુટ્યા અને સ્પેશીયલ બ્રાન્યમાં બદલી કરી દેવાઈ


કોણ કોણ હતું મંચ પર?

ભાજપના કૉર્પોરેટર આયોજીત આ ડાયરામાં અશ્વિન જોશી, દ્વારકેશલાલજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ હતા, આ દરેક લોકોને પીઆઈએ મંચ પરથી ઉતરી જવાનું કહ્યું તો એમાં એમનું અપમાન થયાનું લાગ્યુ, તરત જ ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી થઈ અને એક જ મહિનાના પોસ્ટીંગમાં ટ્રાન્સફર મળી ગઈ


સામાન્ય જનતાનું તો દરરોજ આમ જ અપમાન થાય છે સરકાર...

દેશનું બંધારણ કહે છે કે કાયદાની દ્રષ્ટીએ તો દરેક નાગરીક સમાન છે, પણ સરકાર કે પોલીસ કોઈ એમને સરખા ગણતું નથી, મંચ પરથી ઉતરવું પડ્યુ અને એ પણ નિયમો ભંગ કરવા બદલ તો પીઆઈ સામે કાર્યવાહી થઈ ગઈ, અને દરરોજ રસ્તા પર અધિકાર માટે ભટકતા લોકોનું શું! પોલીસ કામ કરે તો બદલી મળી જાય તો પોલીસે શું તમારી ચરણવંદનાનું જ કામ કરવાનું છે? શું ગુજરાત પોલીસ ક્યાંય પણ કાર્યવાહી કરાવ જાય તો ત્યાં જઈને પુછવાનું છે કે ભાઈ તમે ભાજપના કે એના કોઈ નજીકના તો નથીને...! જો આમ જ હોય તો પોલીસને ન્યાય-નીતિની મોટી ટ્રેનીંગ માટે સમય વેડફાવ્યા વગર આ જ શીખવી દેવું જોઈએ. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે