Gandhinagar વિરોધ કરવા પહોંચેલા TET-TAT ઉમેદવારો સાથે પોલીસે કર્યું ગેરવર્તન! ઉમેદવરોની કરાઈ અટકાયત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-21 14:04:47

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે. અલગ અલગ રીતે ઉમેદવારોએ પોતાની વાત સરકાર સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ સરકાર સુધી ન પહોંચ્યો. જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ગાંધીનગરમાં અનેક વખત તેમણે આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે જ્યારે ગાંધીનગર ખાતે તેઓ આંદોલન કરવા પહોંચે છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે જે વર્તન કરવામાં આવે છે તે અશોભનિય છે. ઉમેદવારો આતંકવાદીઓ હોય એવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે.  

 ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાનું જણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ હતુ. તે દરમિયાન આ વિરોધની સામે પોલીસે વિરોધ કરનાર પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.