Ahmedabadમાં પોલીસ કર્મચારીઓ જ બેફામ બન્યા! પોલીસની પ્લેટ લગાવેલી ગાડીએ લોકોને અડફેટે લીધા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-05 09:16:28

અકસ્માતની ઘટનામાં ઘરખમ વધારો થયો છે અને તેમાં પણ આજકાલ તો હિટ એન્ડ રનના અનેક બનાવો સામે આવી રહ્યા છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ જાય છે. દારૂ પીને નશાની હાલતમાં વાહનચાલકો વાહન ચલાવતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. નશાની હાલતમાં બેફામ બનેલા વાહનચાલકોને પકડવાની કામગીરી પોલીસ કરતી હોય છે. આ તેમની જવાબદારીમાં આવે છે પરંતુ અમદાવાદમાં પોલીસ કર્મચારી દારૂ પીને પુરપાટ ઝડપે કાર ચલાવતો ઝડપાયો છે. બેફામ બનેલા નબીરાઓને પકડતી પોલીસ સામે જ સવાલો ઉભા થઇ રહ્યા છે. આ પોલીસકર્મીની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે.  

નાના ચિલોડા પાસે અકસ્માત સર્જનાર પોલીસ કર્મી હતો!

અમદાવાદના નાના ચિલોડા કરાઈ કટ પાસે રાતના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક કાર ચાલકે અન્ય એક કાર અને એક્ટિવાચાલકને અડફેટે લીધા હતા, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય કારચાલકને પણ ઈજા પહોંચી હતી. કાર ચાલકની કાર પર પોલીસનું બોર્ડ લાગેલું હતું. અકસ્માત કરનાર કારચાલક પોલીસકર્મી હતો તથા દારૂ પીધેલી હાલતમાં હતો, જેની સામે નરોડા પોલીસે અકસ્માતના ગુનામાં સાપરાધ મન્યુષ્યવધનો ગુનો નોંધ્યો છે.


DCP સફીન હસન સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી!

1-2 દિવસ પહેલા રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ નાના ચિલોડા રોડથી અગોરા સર્કલ તરફ જવાના રસ્તે કરાઈ કટ પાસે હોન્ડા અમેઝ કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી, જેમાં આગળ પોલીસની પ્લેટ લાગેલી હતી. તથા ગાડી પર સ્ટિકર પણ લાગેલું હતું. આ ગાડીના ચાલકે આગળ જઈ રહેલા અર્ટિકા અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા. એમાં અન્ય કારચાલકને ઈજા પહોંચી હતી તથા એક્ટિવાચાલક દૂર સુધી ઢસડાયો હતો, જેને સમગ્ર શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. એક્ટિવાનો કચ્ચરઘાણ બોલાવી ગયો હતો.ઘટનાના પગલે ટ્રાફિક DCP સફિન હસન સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી 


ગાડીમાંથી બોટલ પણ મળી આવી !

બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. અકસ્માત કરનારની કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. કારચાલક પણ દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો. અકસ્માત કરનારનું નામ ચિરાગ વાઘેલા અને વાડજનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં એક્ટિવા ચલાવનાર પ્રણવ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જેને હાથ, મોઢે તથા પગના ભાગે ઈજા પહોંચી છે.

નરોડા પોલીસે માનવવધનો ગુન્હો દાખલ કર્યો!

અકસ્માત કરનાર ચિરાગ વાઘેલા ગાંધીનગર પોલીસમાં એમ.ટી વિભાગમાં ફરજ બજાવે છે. દારૂ પીને બેફામ રીતે ગાડી ચલાવી અકસ્માત કર્યો એ બદલ નરોડા પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. પોતે દારૂ પીધેલી હાલતમાં હોવા છતાં લોકોનો જીવ જઈ શકે એવી જાણ હોવા છતાં કૃત્ય કરવા બદલ કલમ 308 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત દારૂની બોટલ મળી આવતાં એ મામલે પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.


અનેક પોલીસકર્મીઓ હશે જે નશાની હાલતમાં ગાડી ચલાવતા હશે!

ત્યારે સવાલ એ થાય છે કે આ પોલીસનો ટેગ લગાવીને ફરતા કેટલાય આવા લોકો હશે જે દારૂ પીને નશાની હાલતમાં બેફામ રીતે ગાડીઓ ચલાવી સામાન્ય માણસોને હેરાન કરતા હશે. એમના પર પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી લગામ લગાવવાની જરૂર છે.આ તો કદાચ એક પોલીસ કર્મચારી છે જે અકસ્માત થયો એટલે ઝડપાઇ ગયો બાકી રાત્રીના સમયે અમદાવાદ શહેરમાં આવા નબીરાઓ ખુલ્લેઆમ નશાની હાલતમાં કાર અને બાઈક સાથે સ્ટન્ટ કરતા નજરે ચડતા હોય છે.આવા લોકોના કારણે શહેરના સામાન્ય માણસોમાં ડરનો માહોલ ઉભો થાય છે અને કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થાય છે. આશા છે કે અમદાવાદ અને ગાંધીનગરની પોલીસ આવા નબીરાઓને એવો પાઠ ભણાવશે કે બીજી વખત શહેરમાં ડરનો માહોલ ઉભો કરતા પહેલા એ પોતે પહેલા ડરે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.