પોલીસે અકસ્માતની ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રકશન, તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ પાસે કરાવી ઉઠક-બેઠક


  • Published By :
  • Published Date : 2023-07-20 22:10:33

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર ગઈ કાલે રાત્રે થયેલા હ્રદયદ્રાવક અકસ્માતમાં 9 લોકોના મોત બાદ પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આજે સાંજે પિતા-પુત્રને લઈ જઈને ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. જેમાં અકસ્માત કેટલા વાગે સર્જાયો, કારની સ્પીડ કેટલી હતી,  થાર ગાડી કઇ જગ્યાએ હતી સહિતની ઝીણવટીભરી તપાસ કરવામાં આવી હતી.


પોલીસે ઉઠક-બેઠક કરાવી 


જો કે આ રિકન્સ્ટ્રકશન દરમિયાન જ પોલીસે બંને આરોપીઓ પાસે માફી મંગાવી હતી અને ઉઠક બેઠક પણ કરાવી હતી. પિતા-પુત્રએ મીડિયાના કેમેરા સામે મૃતકોના પરિવારજનોની માફી માંગી હતી. સાથે જ બન્નેએ કેમેરા સામે ઉઠક-બેઠક કરી હતી. રિકન્સ્ટ્રકશનની ઘટના બાદ પોલીસે મીડિયા સામે નિવેદન આપ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસના ડીસીપી નીતા દેસાઇએ કહ્યું કે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન તપાસનો એક ભાગ છે. ઘટનાનું આરોપીને સાથે રાખીને ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરાયું. ઘટનામાં 9ના મોત થયાં છે તે બાબતમાં મેચ્યોરિટિનો અભાવ જોવા મળ્યો પોલીસ જે કાર્યવાહી કરવાની છે તે કરશે. એફએસએલ અધિકારીની વિઝિટ થઈ તેનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવશે તેના આધારે ચાર્જશીટમાં ગુનાની ગંભીરતા લેશું. આ કેસની ગંભીરતાને લઈ નાનામાં નાની બાબત ચકાસીને કેસની તપાસ કરીશુ.


CMએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક


મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તે અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી,અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. તદ્‌અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્‍ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે મહાનગરોમાંથી પસાર થતાં હાઈ-વે સહિત રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ વગેરેની દેખરેખ માટે સી.સી.ટી.વી કેમેરા નેટવર્ક અને મહાનગરોનાં હાઈ-વે પર લાઈટ-પોલ અંગે પોલીસ, માર્ગ-મકાન, શહેરી વિકાસ વિભાગ અને સ્થાનિક સત્તાતંત્ર વચ્ચે સંકલન સાધીને વધુ સુદ્રઢ બનાવવા મુખ્ય સચિવને સુચનાઓ આપી હતી.


આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તથા મુખ્યમંત્રીનાં સલાહકાર એસ.એસ.રાઠૌર, વાહન વ્યવહાર અને બંદરોનાં અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, માર્ગ-મકાન સચિવ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તથા પોલીસ કમિશનર,રોડ સેફ્ટી ઓથોરિટીનાં અધ્યક્ષ લલીત પાડલિયા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.