સુરતના રેસ્ટોરન્ટમાંથી 60 કિલો ગૌ-માંસ મળી આવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 12:35:04

આજકાલ અનેક લોકો માંસાહારી ખાવાના શોખીન બન્યા છે. ત્યારે સુરતના લાલગેટ હોડી બંગલા વિસ્તારની રેસ્ટોરન્ટમાંથી પોલીસે રેડ કરી 60 કિલો ગૌ-માંસ પકડી પાડ્યું છે. જેને કારણે આસપાસના લોકોમાં ભારે અફરા-તફરી સર્જાઈ હતી. બાતમીને આધારે પોલીસે દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટરોરન્ટમાં રેડ કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે. ગૌ માંસ મળી આવતા પોલીસે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે.

60 કિલો ગૌ-માંસ રેસ્ટોરન્ટમાંથી મળતા માલિકની કરાઈ ધરપકડ

દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટરોરન્ટ છેલ્લા 4 વર્ષથી ચાલતું હોવાને કારણે અનેક લોકો નોન-વેજ ખાવા અહીં આવે છે. પોલીસને આશંકા હતી કે નોનવેજની આઈટમોમાં ગૌ-માસ ભેળવી લોકોને ખવડાવવાંમાં આવે છે. બાતમીના આધારે જ્યારે રેડ કરી ત્યારે ફ્રિઝમાં રહેલી અલગ-અલગ થેલીઓમાંથી ગૌ-માંસ મળી આવ્યું. પકડાયેલા માંસને રિપોર્ટ માટે મોકલાયું હતું. એફએસએલ રિપોર્ટમાં ગૌ-માંસ હોવાનું સાબિત થતા પોલીસે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે.

Delhi Dastarkhwan, Surat - Restaurant reviews    

અનેક રેસ્ટોરન્ટ તેમજ લારીઓ પર હાથ ધરાયું ચેકિંગ

તંત્ર નોન-વેજની લારી તેમજ રેસ્ટોરન્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે. જે અંતર્ગત સુરત શહેરના પોશ વિસ્તારમાં ચાલતી અનેક નોન-વેજ રેસ્ટોરન્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે. નોન વેજમાં મિક્સીંગ કરીને લોકોને નોન-વેજ પીરસાતું હોવાની વાતને ધ્યાનમાં રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .