પોલીસ ભરતીના નવા નિયમોને લઈ આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક, જાણો ભરતી પ્રક્રિયામાં શું થશે ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-11-10 15:55:54

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ભરતનો પટારો ખોલ્યો છે. ગુજરાતના પોલીસ વિભાગમાં લગભગ 12 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકાર હવે આ જગ્યાઓ ભરવા માટે ભરતી શરૂ કરશે. આ મામલે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રી નિવાસસ્થાન પર યોજાનારી આ બેઠકમાં પોલીસ ભરતી બોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પોલસ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પધ્ધતી અંગે નવા નિયમો બનાવવા પર ચર્ચા-વિચારણા કરશે. આ ઉચ્ચકક્ષાની બેઠકમાં ભરતીના તમામ નિયમોને આખરી ઓપ અપાયા બાદ ટૂંક સમયમાં જ ભરતી અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવશે. મળતી જાણકારી મુજબ રાજ્ય સરકાર કોઈ પણ ઉમેદવાર કોચિંગ ક્લાસીસમાં ગયા વગર પણ પરીક્ષા આપી શકે તે પ્રકારનો અભ્યાસક્રમ તૈયાર કરવા માગે છે.  


બેઠકમાં કયા મુદ્દે થશે વિચાર-વિમર્સ


રાજ્ય સરકાર તમામ સરકારી નોકરીઓ માટે ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરવા માંગે છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે તેમના નિવાસ સ્થાને યોજાનારી મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જેમાં પોલીસ અને ફોરેસ્ટની વર્ગ-3ની ભરતી ભરતી પ્રક્રિયા, RR સુધારણા, એકસમાન અથવા એક જ શારરિક કસોટી, સમાન અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અને પરીક્ષા પદ્ધતિ અંગે ગહન ચર્ચા વિચારણા થશે. બેઠક બાદ ભરતી મુદ્દે સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે. 


કોચિંગ ક્લાસનો છેદ ઉડી જશે


ગુજરાતના પોલીસ વિભાગમાં પોલીસ અને ફોરેસ્ટની વર્ગ-3ની ભરતી માટે શારીરિક કસોટી અને લેખિત કસોટી અંગેના નિયમમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે જ કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. જેને લઈ CMની અધ્યક્ષતામાં નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

22 હજાર જેટલી જગ્યાઓ ખાલી 


પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાનો રાજ્ય સરકારને હુકમ કર્યો હતો. પોલીસને લગતી બાબતોને લઈ સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ખાલી છે. 96,194 ખાલી જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો પર ભરતી કરાઈ છે. હાલ પોલીસ વિભાગમાં 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જગ્યાઓ ખાલી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે