Gujaratમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓનો જમાવડો, Amit Shah કરશે ઉમેદવાર માટે પ્રચાર તો Priyanka Gandhi કરશે Anant Patelનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-04-27 11:24:02

આપણા રાજ્યમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. દરેક પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળશે.. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી સભાઓને ગજવવાના છે.. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં છે, જ્યારે અમિત શાહ પણ ગુજરાતમાં જનસભાને સંબોધવાના છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ગુજરાતના પ્રવાસે આવવાના છે...



વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે કરશે પ્રિયંકા ગાંધી પ્રચાર  

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ઉમેદવારનો પ્રચાર કરવા... ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના પ્રવાસે આવવાના છે.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતમાં છે. અનેક જનસભાઓને તેઓ ગજવવાના છે તો કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં છે. વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે તેઓ પ્રચાર કરવાના છે.. ધરમપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વલસાડ બેઠક માટે માનવામાં આવે છે કે આ બેઠક પર જે પાર્ટી જીતે છે તેની સરકાર બને છે.. 


અમિત શાહ પણ ગુજરાતમાં...

એક તરફ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે તો બીજી તરફ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે... પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે.. મહત્વનું છે કે પીએમ મોદી પણ પહેલી મેથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અનેક રોડ-શો તેમજ જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે....  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.