Madhya Pradeshમાં મતગણતરી વચ્ચે રાજનેતાઓએ આપી પ્રતિક્રિયા, Shivrajsinhએ કહ્યું કે ....


  • Published By :
  • Published Date : 2023-12-03 11:36:15

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં તરત ફેરફાર આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં  ભાજપ આગળ ચાલતી દેખાઈ રહી છે. રૂઝાનમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. મધ્યપ્રદેશમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે અલગ અલગ રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. મધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણે જીતની શુભકામનાઓ પણ પાઠવી દીધી છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે. દિગ્વિજય સિંહે પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીત પાકી છે તેવી વાત કરી છે.   

ક્યાં કઈ પાર્ટી આગળ?

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેમજ તેલંગાણા માટે વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં 230 સીટો માટે મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે ઈલેક્શન કમિશનના આંકડા પ્રમાણે બીજેપીને 126 સીટો મળી શકે છે જ્યારે 50 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં બીજેપી આગળ ચાલી રહી છે. તો છત્તીસગઢમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે