ચૂંટણી ન હોવા છતાંય Gas Cylinder Price મુદ્દે ગરમાઈ રાજનીતિ! Congress બાદ AAPએ Gujaratની BJP સરકારને પૂછ્યો સવાલ કે


  • Published By :
  • Published Date : 2024-01-03 16:59:38

ગુજરાતમાં ભલે હમણાં ચૂંટણી નથી આવી રહી. પરંતુ ગેસ સિલિન્ડરના ભાવને લઈ રાજનીતિ આપણા રાજ્યમાં શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાતાઓને રિઝવવા માટે અનેક વાયદા, વચનો પાર્ટી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે રાજસ્થાનમાં ભાજપની સરકાર બની છે. રાજસ્થાનમાં સરકારે મહિલાઓને નવા વર્ષની ભેટ આપી છે. ગેસ સિલિન્ડરને 450 રુપિયામાં આપવાની જાહેરાત કરી છે. ગેસ સિલિન્ડરના ભાવ અંગેની જાહેરાત ગુજરાતના ન્યુઝ પેપરમાં છપાઈ. આ એડ બાદ રાજકારણ શરૂ થઈ ગયું. પહેલા કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરી અને હવે આમ આદમી પાર્ટીએ સરકારને ઘરી છે. ઠેર ઠેર આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ બાદ આપ દ્વારા ભાવ મુદ્દે કરવામાં આવ્યો વિરોધ 

ગેસ સિલિન્ડરના ભાવ રાજનીતિમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. ચૂંટણી આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવે છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવમાં તોતિંગ વધારો થાય છે. આ જાણે એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે. અમે જ્યારે ભાવ ઘટાડાની સ્ટોરી લખીએ છીએ ત્યારે આ અંગેની કમેન્ટ દર્શકો દ્વારા કરવામાં આવતી હોય છે. ભાજપની સરકાર રાજસ્થાનમાં બની. તે બાદ ગેસ સિલિન્ડરને 450 રુપિયા આપવાની જાહેરાત કરી. આ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું. ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભાજપની સરકાર છે તો પણ ગુજરાતની મહિલાઓને 450 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં નથી આવ્યો તેવી વાત, તેવો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો. ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ મુદ્દે આમ આદમી પાર્ટી વિરોધમાં ઉતરી છે.


ઠેર ઠેર આપના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ 

ઠેર-ઠેર આપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. અમરેલી, પંચમહાલ, પાટણ, કચ્છમાં પોસ્ટરો લઈને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો તો આવા જ વિરોધના દ્રશ્યો જુનાગઢ તેમજ ભાવનગરથી પણ સામે આવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે અને જેમાં લખવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ગેસ સિલિન્ડર ₹450 માં આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતની જનતા કેમ ₹1100 રૂપિયા ચૂકવે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે