Bharuchમાં ગીતને લઈ ગરમાયું રાજકારણ! ભરૂચમાં Chaitar Vasava ચાલે કે Mansukh Vasava ચાલે?


  • Published By :
  • Published Date : 2024-02-09 11:24:09

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. મુખ્યત્વે ચૈતર વસાવા અને મનસુખ વસાવાને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. સામાન્ય રીતે ચર્ચાઓ રાજકારણને કારણે થતી હોય છે પરંતુ આ વખતે ચર્ચા ગીતને કારણે થઈ રહી છે.. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત એક ગીત સાંભળવા મળતું હોય છે કે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે... આ ગીત અનેક વખત તમે પણ સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. પરંતુ આવું ગીત મનસુખ વસાવા માટે બન્યું છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. 

ડીજેમાં ગીત વાગતા થઈ ગઈ બબાલ!

આદિવાસી વિસ્તારમાં વરઘોડામાં પણ અનેક વખત ચૈતરભાઈ ચાલે સોન્ગ વાગતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડીજેવાળાએ એક જ ચાલે મનસુખ વસાવા ચાલે ગીત વગાડ્યું હતું અને બબાલ થઈ ગઈ! વરઘોડામાં નાચી રહેલા લોકો રોષે ભરાયા હતા. મહત્વનું છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા તે વખતે પણ આવા અનેક ગીતો વાયરલ થયા હતા. ચૈતર વસાવાના સમર્થનમાં પણ અનેક વખત તેમના સમર્થકોએ રેલી કાઢી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.