BJPના Ratnakar દ્વારા કરવામાં આવેલી કૂતરા વાળી પોસ્ટને લઈ ગરમાઈ રાજનીતિ, ઈસુદાન ગઢવીએ કહ્યું કે.. તો કોંગ્રેસ દ્વારા અપાઈ આ પ્રતિક્રિયા..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 11:11:51

નેતાઓ દ્વારા અનેક વખત એવા નિવેદનો, સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ મૂકવામાં આવે છે જેને જોતા લાગે કે નેતામાં રહેલો વિવેક મરી પરવાર્યો છે.. અહંકાર જાણે તેમના માથે ચઢી ગયો છે... સોશિયલ મીડિયા પર ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી જેની ચર્ચા થઈ રહી છે.. પોસ્ટમાં તેમણે એક નવનિર્મિત રસ્તા છે અને તેની પરથી શ્વાન પસાર થઈ જાય છે જેને કારણે તેના પગલા રસ્તા પર રહી જાય છે. કેપ્શન આપતા લખ્યું કે “ઈસ ચિત્ર સે હમેં યે શિક્ષા મિલતી હૈ કિ કુત્તો કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા હૈ...” આ વાતને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે...  

જો ઓછા મત મળે તો મતદાતાના માથા પર દોષનો ટોપલો મૂકી દેવાનો! 

મનુષ્ય પ્રકૃતિ હોય છે કે સારૂં થયું હોય તો પોતે વાહવાહી લે અને ખોટું થયું હોય તો દોષનો ટોપલો બીજાના માથે મૂકી દેવાનો. રાજનીતિમાં પણ આવું જ છે. જો રાજકીય પાર્ટીને સારૂ પરિણામ આવે છે તો વાહવાહી કાર્યકર્તાઓ, નેતાઓ સામાન્ય રીતે પોતાના માથે લેતા હોય છે પરંતુ જો ઓછા મત આવે છે તો મતદાતાઓ પર દોષનો ટોપલો આપી દેવામાં આવે છે.. રાજનીતિ આંકડાનો ખેલ છે.. એક મતથી સરકાર પડી પણ શકે છે, એક મતથી ઉમેદવાર જીતી પણ શકે છે તે આપણે જોયું છે. જો મતદાતા જીતાડતા નથી તો તેમની તુલના કૂતરા સાથે કરવાની?

ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સોશિયલ  મીડિયા પર એક પોસ્ટ મૂકી જેને લઈ વિવાદ સર્જાયો. જો મતદાતા તેમને વિજયી નથી બનાવતા તો તેમની સરખામણી કૂતરા સાથે કરી દેવાની? આ પોસ્ટને લઈ વિવાદ વધ્યો અને અંતે આ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી.. નેતાઓ, મંત્રીઓ જે મહત્વના પદ પર બેઠા હોય છે તેમની પાસેથી અપેક્ષિત હોય છે કે તે ભાષાની મર્યાદા રાખે, શબ્દોની મર્યાદા રાખે. પરંતુ આ પોસ્ટ જોતા લાગે છે કે મહામંત્રી પોતાની ભાષા પરથી સંયમ ખોઈ બેઠા છે..! પરંતુ આ પોસ્ટને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 


કોંગ્રેસ અને આપ દ્વારા કરાઈ પોસ્ટની ટીકા 

ગુજરાત કોંગ્રેસ દ્વારા આ વાતને લઈ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે  શું ભાજપ ચૂંટણી પૂરી થતાં પોતાનો અસલી રંગ બતાવવા લાગી છે? ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરએ મતદારોને શ્વાન સાથે સરખાવ્યા! વાણી વિલાસ કરી પ્રજાને બદનામ કરવાવાળાને પ્રજા ક્યારેય સાંખી નહિં લે, સત્તાના નશામાં ચકચૂર પોતાનું ભાન ભૂલીને પ્રજાને બદનામ કરવાનું બંધ કરો.. તે સિવાય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


જ્યારે અહંકાર દિમાગ પર છવાઈ જાય છે ત્યારે... 

મહત્વનું છે કે જેમના દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે તે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે. ભાજપમાં સંગઠન મહામંત્રીનું સ્થાન મહત્વનું હોય છે.. આપણે ત્યાં કહેવાયું છે કે અહંકાર જ્યારે માણસના દિમાગમાં છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલા તેનો વિવેક મરી જાય છે.. માણસનો અહંકાર મગજ પર ચઢી જાય છે અને તેને ખબર નથી હોતી કે તે શું બોલી રહ્યો છે.. વિવેક મરેલા એક રાજનેતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નાશ જ્યારે મનુષ્ય પર મંડરાતો હોય છે ત્યારે સૌથી પહેલા માણસમાં રહેલો વિવેક મરી પરવાર્યો હોય છે. માણસ પોતાની વિવેક બુદ્ધિ અને ભાન ભૂલી જતો હોય છે. ત્યારે આ વિશે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ જરૂર જણાવજો..  ભાવનગરથી એક ઘટના સામે આવી હતી જેમાં બાલાજીની વેફરમાંથી દેડકો નિકળ્યો હતો, સૂપમાંથી ગરોડી નિકળી હતી ત્યારે આજે સંભારમાંથી ઉંદર નિકળ્યો છે...! આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારની છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં બે ગાડી એકબીજા સાથે અથડાઈ. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. તે સિવાય રાજકોટના સુભાષનગર રોડ પર પણ અકસ્માત સર્જાયો છે.

ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોના મોત થયા છે ત્યારે તમિલનાડુમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાને કારણે 29 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની તબિયત લથડી છે... 60 જેટલા લોકોની હાલત ગંભીર છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે.

નીટની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ ચાલી રહ્યો હતો અને આ બધાની વચ્ચે UGC-NETની પરીક્ષા રદ કરવામાં આવી છે... શિક્ષણ મંત્રાલય દ્વારા આ પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે. નવેસરથી આ પરીક્ષા લેવામાં આવશે...