બિહારમાં રાજકારણ ગરમાયું, નીતિશ કરી શકે છે વિધાનસભા ભંગ, લાલૂના વિપક્ષી MLAને સાધવાના પ્રયાસ શરૂ


  • Published By :
  • Published Date : 2024-01-25 18:53:59

બિહારની રાજનીતિમાં ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે. નીતિશ કુમાર RJD સાથેના સંબંધો તોડવાની અટકળો વચ્ચે, લાલુ કેમ્પે 122ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે વધુ 8 ધારાસભ્યોને સાધવાના પ્રયાસો શરૂ કર્યા છે. હાલમાં 243 બેઠકોની વિધાનસભામાં બેઠકોનું ગણિત કંઈક આ પ્રકારનું છે. જો RJD+કોંગ્રેસ+લેફ્ટની સીટો જોડવામાં આવે તો સંખ્યા 79+19+16 એટલે કે 114 થાય છે. સ્પષ્ટ છે કે બહુમત માટે 8 ધારાસભ્યોની અછત છે. લાલુ કેમ્પ આ 8 ધારાસભ્યોને ખેંચવા માટે પ્રયાસો કરી રહ્યો છે.


નીતિશ કરી શકે છે વિધાનસભા ભંગ 


નીતિશ કુમાર તેમના નિવાસસ્થાને જેડીયુના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. લાલુ યાદવ સત્તાના જાદુઈ આંકડાઓ એકઠા કરે તે પહેલા જ નીતિશ વિધાનસભા ભંગ કરી શકે છે. સત્તા મેળવવા માટે બેઠકોના સમીકરણની વાત કરીએ તો જીતન રામ માંઝીની પાર્ટી HAM પાસે 4 ધારાસભ્યો છે. AIMIM પાસે 1 ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્ય (સુમિત સિંહ) છે. જો લાલુ તેમને પણ લઈ લે તો સંખ્યા 120 થઈ જાય છે. લાલુને હજુ 2 ધારાસભ્યોની જરૂર છે. જ્યારે, સીએમ હાઉસ બાદ રાબડી આવાસમાં પણ ગતિવિધી વધી ગઈ છે. તેમના નજીકના સહયોગી ભોલા યાદવ અને શક્તિ સિંહ યાદવ લાલુને મળવા માટે રાબડીના ઘરે પહોંચ્યા છે. તેમના સિવાય કેટલાક અન્ય ધારાસભ્યો પણ આવી રહ્યા છે.


લાલુની પુત્રીની પોસ્ટથી રાજકારણ ગરમાયું


ઉલ્લેખનિય છે કે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આજે ​​પોતાના 'X' એકાઉન્ટ પર ત્રણ પોસ્ટ કરી હતી, જેણે બિહારના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. મામલો એટલો વધી ગયો કે ખુદ સીએમ નીતિશ કુમારે રોહિણીની પોસ્ટની માહિતી માંગી હતી. જ્યારે મામલો વધી ગયો, ત્યારે રોહિણીએ કોઈ ખુલાસો આપ્યા વિના ચૂપચાપ તેની પોસ્ટ્સ ડિલીટ કરી નાખી હતી.


નીતિશે RJD ક્વોટાના મંત્રીઓના વિભાગો બદલ્યા


JDU અને RJD વચ્ચે વધી રહેલા અંતર વચ્ચે, નીતિશે તાજેતરમાં RJD ક્વોટામાંથી ત્રણ મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરબદલ કર્યો હતો. બીજી તરફ જનતા દળ યુનાઈટેડ દ્વારા તેના તમામ ધારાસભ્યોને આગામી કેટલાક દિવસો સુધી પટનામાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી જીતન માંઝીએ પણ પોતાના તમામ ધારાસભ્યોને 25 જાન્યુઆરી સુધી પટનામાં જ રહેવાનો સૂચના આપી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે